________________
(૨૦૪). નિર્ણય ટકી શકે તેવા છે તેમ હું માનતા નથી, કારણ કે-પરિશિષ્ટ પર્વ ૬. ર૧૩ પ્રમાણે અનંત વર્ધમાન સ્વામિ નિર્વાઇવરતિ | તારા
તત્સમેષ નોમવા: 1 નંદરાજા મહાવીરનિર્વાણ પછી ૬૦ વર્ષે રાજ્યારોહણ કરે છે. પરિશિષ્ટ પર્વની ગણતરી તેટલા માટે આ પ્રમાણે છેઃ મહાવીરનિર્વાણથી પ્રથમ નંદ સુધી ૬૦ વર્ષ પહેલા નંદના રાજ્યારોહણથી ચંદ્રગુપ્તના રાજ્યારોહણ સુધી ૯૫ વર્ષ; અથવા બન્નેને સરવાળો ૧૫૫ વર્ષમાં આટલા ઉપરથી કાબીને પ્રથમ સિદ્ધાંત (નિર્ણય) ખોટ કરી ચૂકે છે. બીજા સિદ્ધાનસંબંધી એટલું કહેવાનું છે કે અત્યારસુધીમાં હેમચંદ્રનું કથન એવું જાણવામાં આવ્યું નથી કે જેમાં તેણે એમ જણાવ્યું હોય કે ચંદ્રગુપ્ત અને વિક્રમ સંવતપ્રવર્તન વચ્ચે ૨૫૫ વર્ષ પસાર થયા. મહાવીર ચરિત્ર પ્રમાણે નિર્વાણ વિક્રમ સંવત પહેલા ૪૭૦ વષે થયું એ સંગ (પરિશિષ્ટ પર્વમાં બેદરકારી ભરેલી ગણતરીની ખલના ન હોય તે) એમ બતાવે છે કે હેમચંદ્ર ચંદ્રગુપ્તના રાજ્યારોહણ અને વિક્રમ સંવતપ્રવર્તન વચ્ચે ૩૧૫ વર્ષ માનતા હતા અને ચંદ્રગુપ્તને રાજ્યારોહણ પ્રસંગ સીનના મુદ્ધીસ્ટોની પેઠે ઘણે વહેલો મૂકતા હતા. આ કારણે મને એમ લાગે છે કે બારમી સદીના જેને મહાવીર નિર્વાણની બે તારખે માનતા હતાઃ ઇ. સ. પર૭ર૬ અને ૪૬૭/૬૬ એ તદ્દન બનવાજોગ નથી. જેને સંબંધી મારા ભાષણ . ૩૮ ની નેટ ૧૫ માં જૂદા પૂછ ઉપર બતાવ્યું છે કે જે શાકયમુનિને મરણ કાળ છે. પૂર્વે ૪૭૭ હેય તે વર્ધમાનને મરણ સં, ઇ. સ. પૂર્વે ૪૬૭/૬૬ સાચો ન હોઈ શકે.
૬૭ કુમારપાળને મંત્રી વાગભટ હતું તે હકીકત કુમારવિહાર પ્રશસ્તિ ઍક ૮૭ માં ઉપલબ્ધ થાય છે. ( જુઓ પિટર્સનને ત્રીજો રિપોર્ટ પરિ. પૃ. ૩૧૬) આ બાબત ગેડી મહત્વની છે, કારણ કે અત્યાર સુધી જે શિલાલેખે કુમારપાળના રાજ્યના મળ્યા છે તેમાં વાલ્મટને કાંઈ ઉલ્લેખ લભ્ય થતો નથી, છતાં આ પ્રશસ્તિ હેમચંદ્રના શિષ્ય લખેલી છે તેથી તેમાં કહેલ હકીકત વિશ્વાસ કરવા યોગ્ય છે. પ્રભાવક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com