________________
(૨૩)
जनयिष्यति संभाव्यो विस्मयं बगतोऽपि हि ॥ १३ ॥ स भूपतिः प्रतिमया तत्र स्थापितया तया । एधिष्यते प्रतापेन ऋद्ध्या निःश्रेयसेन च ॥ १४ ॥ देवभक्तथा गुरुभक्त्या त्वत्पितुः सदृशोऽभय । कुमारपालो भूपालः स भविष्यति मारते ॥९५॥ इति श्रुत्वा नमस्कृत्य भगवन्तमथामयः ।। उपश्रो(श्रे)णिकमागत्य वक्तुमेवं प्रचक्रमे ॥ १६ ॥ પહેલા લેકમાં જે તારીખ આપવામાં આવી છે તે અસાધારણ ઉપયોગી હકીકત છે. એ સ્પષ્ટ રીતે બતાવે છે કે સર્વ શ્વેતાંબરની પેઠે હેમચંદ્ર-મહાવીર નિર્વાણનો કાળ વિક્રમ સંવતની પૂર્વ ૪૭૦ વર્ષે મૂકે છે; કારણકે ૧૬૬૯ માંથી ૪૭૦ બાદ કરીએ ત્યારે કુમારપાળના રાજ્યને આરંભ કાળ વિક્રમ સંવત ૧૧૯૯ માં આવે. જેકેબી કલ્પસૂત્ર પૃ. ૮ માં ધ્યાન ખેંચે છે કે પરિશિષ્ટ પર્વમાં જે હકીકતે હેમચંદ્ર રજુ કરી છે તે આ ચાલુ ગણતરીને ટકે આપતી નથી. ત્યાં ચંદ્રગુપ્તને રાખ્યારોહણ કાળ (૮-૩૩૯) નિર્વાણ પછી ૧૫૫ વર્ષે મૂકવામાં આવ્યો છે, જ્યારે પુરાણું ગાથાઓ તેમાં ૬૦ વષને વધારે કરે છે. એ પુરાણી ગાથાઓ કહે છે કે જે રાત્રે પાલકને રાજ્યાભિષેક થયો તે રાત્રે મહાવીર કાળધર્મ પામ્યા-ગુજરી ગયા. તેમના કહેવા પ્રમાણે પાલકે ૬૦ વર્ષ રાજય કર્યું, નદિએ ૧૧૫ વર્ષ રાજ્ય કર્યું અને ચંદ્રગુપ્તના રાજ્યારોહણ અને વિક્રમના સંવતપ્રવર્તનની વચ્ચે ૨૨૫ વર્ષ પસાર થયાં. આના ઉપરથી જેકેબી બે સિદ્ધાંત રજુ કરે છે? પ્રથમ એ કે હેમચંદને સાંપ્રદાયિક હકીકતની માહીતગારી હેવાથી વધારે આધાર મૂકવા લાયક હકીકત પર ધ્યાન આપીને તે પાલકના રાયના ૬૦ વર્ષ મૂકી દેતા હો; અથવા તો વિક્રમ સંવત પહેલાં ૪૧૦ વર્ષે
એ નિર્વાણને ગણતા હશે (એટલે કે ઇ.સ. પૂર્વે ૪૬૬૬). આ બન્ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com