________________
(૧૨) ૫૫. કુમારપાળના વડિલોનો ઉલ્લેખ હેમચંદે દ્વયાશ્રયમાં કર્યો છે. ઇડીયન એન્ટીકરી. સદર. ૫. ૨૩૨-૨૩૫, ૨૬૭. એના પ્રથમ વાકયમાં આપણે વાંચીએ છીએ કે ક્ષેમરાજનું પોતાનું વલણ સંન્યાસ તરફ હેવાથી એણે સ્વેચ્છાથી રાજ્યત્યાગ કર્યો. પ્રભાવ ચરિત્ર ૨૨ ૩૫૪-૩૫૫ આ વંશવૃક્ષને વિભાગ આપે છે જે થાશ્રયસાથે મળતો આવે છે.
इतः श्रीकृष्णभूपालबंधुक्षे(क्ष)त्रशिरोमणिः । देवप्रसाद इत्यासीत् प्रसाद इव संपदाम् ।। ३५४ ॥ तत्पुत्रः श्रीत्रिभुवनपाल: पालितम(स)वृतः । कुमारपालस्तत्पुत्रो राज्यलक्षणलक्षितः ॥ ३५५ ॥
મેરૂતુંગ પ્રબંધચિંતામણ પૃ. ૧૬૧માં જરા જુદા પડે છે. એ નીચેને ક્રમ આપે છે (૧) ભીમ પહેલો. (૨) હરિપાલ. (૩) ત્રિભુવનપાલ. (૪) કુમારપાળ. માત્ર એક એના જ પુસ્તકમાં એવો ઉલ્લેખ છે કે કુમારપાળને વડિલ ચૌલાદેવી નામની નાયિકાને પુત્ર થતા હતા. આ ઉલલેખ જે કે પછવાડેના (Later) લેખકમાં પ્રથમ વખત પ્રાપ્ત થાય છે, છતાં કદાચ તે સાચો હોય કારણ કે એનાથી સિદ્ધરાજનો કુમારપાળ તરફને તિરસ્કાર સાદી રીતે ખુલાસાવાર સમજાઈ જાય છે. આ સંબધમાં હેમચંદ્ર તદ્દન ચૂપ છે, છતાં એ હકીક્ત વિશેષ અર્થસચક નથી; કારણ કે એ પિતાને આશ્રય આપનાર અધ્યક્ષને હલકા કુળને કહી શકે નહિ. જિનમંડન કુમારપાળચરિત્ર પૃ. ૮ માં કહે છે કે ભીમની વૃદ્ધ સ્ત્રી ચકુલાદેવી ક્ષેમરાજની મ તા થતી હતી અને ક્ષેમરાજે પોતાના નાના ભાઇના સ્નેહ ખાતર રાજ્યગાદીને ત્યાગ કર્યો. એ પૃ. ૪૩ માં વંશવૃક્ષ બરાબર હેમચંદ્રના કહેવા પ્રમાણે જ આપે છે અને છેવટ ઉમેરે છે કે કુમારપાળની માના કાશ્મીરની પુત્રી (કાશ્મીરા દેવી) હતી. કોઈ નામ વગરનો અતિહાસિક ઉલ્લેખ (ભાંડારકર રિપોર્ટ ૧૮૮૩-૮૪ નં. ૧૧) એમ કહે છે કે તે મહરાજ જયસિંહની બહેન થતી હતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com