________________
(૧૪૫) તેમની કૃતિ સોધન કરી. આની ૧૭મી ગાથા ઉપર ઉતારેલ ૧૭ મા સંગની ૩૨૯ મી ગાથા સાથે એટલું બધું મળતાપણું ધરાવે છે કે એ પ્રદ્યુમ્નસૂરિની પિતાની કૃતિ હેય એમ કહેવું એ તદ્દન સલામતીભરેલું છે. શાંતિનાથચરિત્રને સમય લગભગ મુકરર થઈ શકે તેમ છે કારણ કે તેની ખંભાતની પ્રત વિક્રમ સંવત ૧૩૩૮ (૧૨૮૨-૮૩ ઈ. સ.) માં લખાયેલી છે. આની તારિખ તદ્દન સ્પષ્ટતાથી નિર્ણય થઈ થકે તેમ નથી, કારણ કે એ માટેની જરૂરી વિગતો ઉપલભ્ય નથી. ઉપરને સંવત વિક્રમ સંવત હેવો જોઈએ એમ ધારવાનું કારણ એ છે કે જેને લગભગ હમેશાં વિક્રમ સંવતને ઉપયોગ કરે છે અને તેથી ઉપરને સંવત વિક્રમ સંવત લીધા છે.
પ્રદ્યુમ્નના સમયની શોધખોળ આપણને સલામતીથી પ્રભાવકચરિત્રને તેરમી સદીની કૃતિ મુકરર કરવા પ્રેરણા કરે છે અને એને રચનાકાળ ઇ. સ. ૧૨૫૦ થી બહુ દૂર નહિ હેય એમ સંભવિત લાગે છે. તેટલા માટે હેમચંદ્રના જીવનવૃતને અંગે જુનામાં જુની કૃતિ છે. આ બાબત ખુલાસાપૂર્વક જણાવવાની અને ભાર મૂકીને કહેવાની જરૂર એટલા માટે છે કે મારા વિદ્વાન મિત્ર રાવબહાદુર એસ. પી. પંડિત આ ગ્રંથને ઘણું પાછળ થયેલ કૃતિમાં મૂકે છે. ગૌડવોની ઉદ્દઘાતમાં પૃ. ૧૪૯માં તે કહે છે કે આ ગ્રંથ રાજશેખરના પ્રબંધકોશ (જુઓ નોટ ન. ૩) પછી લખવામાં આવેલ છે અને પ્રભાવકચરિત્રમાં (૧૧-૧) માં રાજશેખરનું નામ ઉલ્લેખવામાં આવ્યું છે. એ ગાથા સાચા આકારમાં નીચે પ્રમાણે છે.
बप्पभट्टिः श्रिये श्रीमान्यवृत्तगगनागणे ।
खेनति स्म गतायतै राजेश्वरकविर्बुधः ॥ મને જે પ્રત લભ્ય થઈ છે તે ડક્કન કોલેજના ૧૮૭૯-૮૦ના સંગ્રહના નં. ૪-૧૨ પ્રમાણે અમદાવાદના હઠીસીંગના ભંડારની પ્રત પછી લખવામાં આવેલી છે અને અનેક ભૂલોથી ભરપૂર
Aટલા માટે
આવવાની અને
બહાદુર શાની ઉપેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com