________________
( ૧૩૮ ) એની ઘડભાંજ હતી. હેમચંદ્ર પ્રતાપમાળાના પુત્રના લાભમાં જાહેર થયા હતા, કારણ કે તે કપ્રિય અને ધર્મશ્રદ્ધાળુ હતું. બીજા હાથપર અજયપાળ તુચ્છ મને વિકારને આધીન હતે, બ્રાહ્મણને પક્ષપાતી હતું અને તેના કાકાના કરેલા કાયદાઓ બાજુએ મૂકી દે તેવું હતું. આ પ્રમાણે હકીકત હોવા છતાં પોતાના ગુરૂની ઈચ્છા વિરૂદ્ધ અને પિતાના ધર્મના હિતની વિરૂદ્ધ બાળચંદ્ર અજયપાળને પક્ષ કરતા હતા. બીજા હાથઉપર રામચંદ્ર અને ગુણચંદ્ર પોતાના ગુરૂને નિમકહલાલ રહ્યા હતા.
કુમારપાળના અંતની હકીકત મેરૂતુંગ કરતાં જિનમંડન કાંઈક ફેરફારવાળી આપે છે. તેના અહેવાલ પ્રમાણે હેમચંદ્રની સલાહ અનુસાર પિતાના ગાદીવારસ તરીકે પ્રતાપમલ્લની પસંદગી કુમારપાળે જાહેર કર્યા પછી અજયપાળે કુમારપાળને ઝેર આપ્યું હતું.
જ્યારે રાજાને ઝેરની અસર જણાવા લાગી ત્યારે તેણે પોતાના રાજકેશમાંથી વિષહન શંખ (છીપલી) મંગાજો. અજયપાળે. એ શંખને દૂર કરી દીધું હતું. રાજાને આ વાતની ખબર પર્વ એટલે તેણે જનવિધિએ મરવાની તૈયારી કરી અને સર્વ પ્રકારના આહારને ત્યાય કરીને ત્યારપછી એ મરણ પામ્યું. બ્રાહ્મણપક્ષના ટેકાથી ત્યારપછી અજયપાળ ગાદી પર આવ્યું.૧૦
આ અહેવાલમાંથી આપણે સ્પષ્ટતાથી એટલું તારવી શકીએ કે કુમારપાળ પહેલાં થેડે વખતે હેમચંદ્ર વિક્રમ સંવત. ૧૨૨૯ માં મરણ પામ્યા. પિતાની જીંદગીના છેવટના ભાગમાં ગાદીવારસની ખટપટમાં એ શુંચવાઈ ગયા અને જૈન ધર્મના હિત ખાતર એને પ્રયત્ન હકદાર વારસને દૂર રાખવા તરફ હતે એ વાત હકીકત તરીકે અસંભવિત ન ગણાય. આના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com