________________
(૧૩૬) છેવટના ભાગમાં યાત્રાએ જવાની પદ્ધતિ રાખે છે અને કુમારપાળે કાઠિયાવાડના દ્વીપકલ્પના જૂદા જૂદા વિભાગોમાં મંદિરે બંધાવ્યાં હતાં તેથી તેણે જાતે ત્યાં જઈ તે જગ્યાએ ભેટવાની પિતાની ફરજ માની હોય તે સમજવું સહેલું છે. બીજા હાથ ઉપર એ યાત્રાની પરિસ્થિતિ સંપૂર્ણ સચ્ચાઈથી કહેવામાં આવેલ છે તે મુદ્દો ઘણે ચર્ચાસ્પદ છે. જે કુમારપાળે ગિરનારની ભેટ કરી હોય તે પાડેશમાં આવેલ જે દેવપટ્ટનમાં એણે કરાવેલાં પાર્શ્વનાથ અને સોમનાથનાં મંદિરે ઊભાં હતાં તેની ભેટ લીધા વગર કોઈ દીધેલ હોય તે વાત ભાગ્યેજ માનવા ગ્ય લાગે છે. ખંભાતની યાત્રાની વાત તથા સાત યાત્રાઓની હકીકત પછવાડેની કૃતિઓમાં જ માલુમ પડે છે તેથી તેને આપણે માન્યતા ઉપર, અલબત બહુ હક ન થાય.
હેમચંદ્રના મૃત્યુસંબંધમાં પ્રબંધકારે કશી વિગતે આપતા નથી. તે વિક્રમ સંવત્ ૧૨૨૯ માં કાળધર્મ પામ્યા (મરણ પામ્યા) એટલું જ તેઓ રજુ કરે છે. એના અહેવાલ પ્રમાણે હેમચંદ્ર પિતે જ ભવિષ્યવાણી ભાખી હતી કે પિતાના ચેરાસીમા વર્ષને અંતે પિતાનું મૃત્યુ થશે. જ્યારે પિતે તે ઉમરે પહોંચ્યા ત્યારે એણે જેનકિયાગને અનુસારે જે અંતિમ ઉપવાસો (અનશન) નિર્વાણ તરફ જરૂર લઈ જાય છે તેને સ્વીકાર કર્યો.
પિતાના મરણ પહેલાં એણે પિતાને મિત્ર (કુમારપાળ) જે પિતાને માટે દિલગીર થતું હતું તેને આગામી ભવિષ્ય તરીકે જણાવ્યું કે તે છ માસમાં મરણ પામશે અને છેકરા વગર મર પામનાર છે. એમ પણ જણાવ્યું અને પોતે જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com