________________
(૧૩૫) ધિપતિ) તરીકે શત્રુંજય તરફ જતે રજુ કરે છે. આપણને કહેવામાં આવે છે કે તે વખતે ધંધુકામાં ઝેલિવિહાર' આ પ્રસંગે રાજા બંધાવે છે. (પૃ ર૦૯) મેરૂતુંગ પણ યાત્રાઓને કુમારપાળના રાજ્યના છેવટના ભાગમાં મૂકતા દેખાય છે. બીજા હાથ ઉપર રાજશેખર એ યાત્રાઓની વાત રજુ કરે છે આમાંની એક કાઠિયાવાડની હતી અને બીજી સ્તંભપુર અથવા ખંભાતની હતી. આ ખંભાત રાજાએ પાર્શ્વનાથ મહારાજને અર્પણ કરવાનું ત્યાં ધારવામાં આવેલ જણાય છે. જિનમંડન મેરૂતુંગસાથે છેવટે મળતા થાય છે, પણ કુમારપાળનાં કાર્યોની રેષાવલિમાં કહે છે કે રાજાએ સાત યાત્રાઓ કરી પોતાની જાતને પવિત્ર કરી અને કહે છે કે પહેલી યાત્રા વખતે એણે જિનદેવપાસે એક એક લાખની કિંમતવાળા નવ હીરાએ અર્પણ કર્યા. એની કુલ કિંમત નવ લાખની થઈ૧૮ કુમારપાળના સમયના લેખમાં આ મુદ્દાને પાકે કરે તેવું કાંઈ લખાણ નથી, છતાં પ્રબંધકારે જ્યારે એમ કહે છે કે તેના રાજ્યના છેવટના ભાગમાં રાજાએ શત્રુંજય અને ગિરનારની ભેટ કરી ત્યારે આપણે તે વાત જરૂર માનીએ. દ્વયાશ્રયકાવ્ય અને મહાવીર ચરિત્રની આ મુદ્દા પરની ચૂપકીદી બહુ અર્થસૂચક નથી, કારણ કે આગળ બતાવવામાં આવ્યું છે તેમ કુમારપાળના રાજ્યના છેડા પહેલાં સદર બને કૃતિઓ તેયાર થઈ ગઈ હતી, બીજા હાથપર અને જુના પ્રબંધે એ બનાવને અંગે એટલું બધું સામ્ય બતાવે છે કે એ વક્તવ્યની સત્યતાના લાભમાં એ ઘણી મહત્વની દલીલ પૂરી પાડે છે અને એની અવાંતરીય સંભવિતતા માટે એ એટલી જ મહત્વની કટિ પૂરી પાડે છે. હિંદના રાજાએ પોતાના રાજ્યના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com