________________
(૧૨૯) અને એમની વચ્ચે શી હકીકત બની હતી એ સવાલ રાજાએ હેમચંદ્રને પૂછો. હેમચંદ્ર જવાબમાં રાજાને કહ્યું કે“રાજન ! મેં જોયું કે દેવપટ્ટણના ચંદ્રપ્રભના મંદિરમાં એક ઉંદર બળતી દીવાની વાટ લઈ જતું હતું અને તેથી આગને ભડકે ઉઠ્યો હતે. દેવબોધિએ પિતાના હાથ મસળીને એને ઓલવી નાખે.” રાજાએ ખાસ એપીઆ દેવપટ્ટને મોકલ્યા તે તેને માલુમ પડ્યું કે હેમચંદ્ર જે કહ્યું હતું તે સર્વ યથાસ્થિત હતું.°°
પ્રભાવકચરિત્ર પણ હેમચંદ્રની અસાધારણ શક્તિને એક દાખલે ટાંકી શકે છે. તે કહે છે કે ભરૂચમાં આમ્રભટે સુવ્રત (મુનિસુવ્રત) ના મંદિરને જિર્ણોદ્ધાર કરાવ્યો ત્યારે એને સેંધવી દેવી અને ગણીઓ સાથે વિરોધ થયે અને તેમણે આમ્રટને માંદે પાડ્યો. આમભટની માતાએ હેમચંદ્રને સહાય માટે બોલાવ્યા. હેમચંદ્ર ત્યાં પોતાના શિષ્ય યશશ્ચંદ્રને લઈને ગયા. ત્યાં તેણે દેવીને મંત્રોગથી વશ કરી અને આદ્મભટને સાજો કર્યો. થોડા ફેરફાર સાથે આ હકીકત મેરૂતુંગ અને જિનમંડનની કૃતિઓમાં મળી આવે છે.૧૦૧
મેરૂતુંગ, જિનમંડન અને રાજશેખર પણ જણાવે છે કે હેમચંદ્ર રાજા કુમારપાળને કેઢ મટાડ. મેરૂતુંગના કહેવા પ્રમાણે આ કેઢાના રોગનું કારણ કચ્છના રાજા લક્ષ (લાખા)ની માતાએ લાખાને જીતનાર મૂળરાજ અને તેમ વારને આપેલે શ્રાપ હતા. હેમચંદ્ર પિતાની યોગશક્તિથી એને (કુમારપાળને) સાર કર્યો. રાજશેખરના કહેવા પ્રમાણે ચોલુક્યવંશની કુળદેવી કટેશ્વરીએ હવન-યાગ બંધ કરવાને બદલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com