________________
( ૨૧ )
પ્રબંધચિંતામણિ ) માં ચાંગદેવની દીક્ષાની તારિખ તથા દીક્ષાના સ્થાનના સ ંબંધમાં વિરાધ છે, તે બન્નેના નિકાલ થઈ જાય છે. દીક્ષાની તારીખના સંબધમાં મેરૂતુ ંગ ઘણેભાગે ખરા જણાય છે, અને દીક્ષા આપવાના સ્થાનના સંબંધમાં પ્રભાવકચરિત્ર ઘણેભાગે સાચું લાગે છે. વિક્રમ સંવત ૧૧૫૦ જે વખતે ચાંગદેવની વય માત્ર પાંચ જ વર્ષની હતી તે વખતે તેને દીક્ષા આપવામાં આવી ડાય તે તદ્દન ન બનવાજોગ લાગે છે. અને જ્યારે આપણને એમ કહેવામાં આવે છે કે ઉડ્ડયન તે વખતે રાજાના મત્રી થયા હતા અથવા ખભાતમાં રહેતા હતા ત્યારે તા એ વાત તદ્ન માનવાજોગ રહેતી જ નથી, કારણ કે મહારાજા જયસિંહ, જેના વખતમાં તે ગુજરાતમાં ઉતરી આવ્યેા, તે ગાદી ઉપર વિક્રમ સ ંવત ૧૧૫૦ માં જ આરૂઢ થયેલ છે. તેટલા માટે મેરૂતુ ગના કહેવા પ્રમાણે તેની દીક્ષા આઠમા અથવા નવમા વર્ષીમાં થઈ અને જનમ'ડનના કહેવા પ્રમાણે વિક્રમ સંવત ૧૧૫૪ ની સાલ તે હતી, તે હકીકત વધારે સ્વીકાય થઈ પડે તેમ છે. બીજા મુદ્દા ઉપર વિચાર કરતાં જે સ્થાનપર તેની દીક્ષા થઈ તે સ્થાન ખંભાત હાવુ જોઈએ અને કર્ણાવતી હાવાને સભવ રહેતા નથી. આ સબંધમાં એક હકીકત બીજી પણ લક્ષ્યમાં લેવા ચેાગ્ય જણાય છે અને તે એ કે પ્રભાવકચરિત્રકાર સ્પષ્ટ રીતે લખે છે કે કુમારપાળે જૈન ધર્માંના સ્વીકાર કર્યો પછી ખંભાતમાં એક દીક્ષાવિહાર ( એટલે કે દેરાસર અને ઉપાશ્રય ) અધાન્યો અને તે હેમચંદ્રની દીક્ષાની યાદગિરને અંગે બધાવ્યા હતા. પેાતે કર્ણાવતીમાં દીક્ષા થવાનો હકીકત લખવા છતાં મેરૂતુગ ( પ્રમ`ધચિંતામણિ ગ્રંથમાં) આ હકીકતના સ્વીકાર કરે છે.૧૯ ત્યારપછીના બાર વર્ષોમાં ડેમચંદ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com