________________
( ૨ ) સંબંધી શી હકીકત બની અથવા એ બાર વર્ષમાં એના જીવનવૃતની બાબતમાં સદરહુ મૂળ ગ્રંથમાં ઘણું અલ્પ આપવામાં આવ્યું છે. આ સંબંધી કાંઈક ચેકસ હકીકત પ્રભાવકચરિત્રમાં માત્ર મળી આવે છે. ત્યાં જણાવવામાં આવ્યું છે કે તેણે ન્યાયને, તર્કનો તેમજ વ્યાકરણ અને સાહિત્યને અભ્યાસ કર્યો એમ તેની બુદ્ધિ “જે ચંદ્રની જેસ્મા જેવી ચેખી અને નિર્મળ હતી ” તેને લઈને સર્વ શાસ્ત્રોમાં એ બહુ સપાટાબંધ પ્રવીણ થઈ ગયા. એમ કહ્યા વગર ચાલે તેમ નથી કે ઉપરના બ્રાહ્મણની કેળવણીના શાસ્ત્રીય વિષયને એની કેળવણમાં દ્વિતીય સ્થાન હતું અને જૈન શાસ્ત્રના બેધને પ્રથમ–અગ્રિમ સ્થાન હતું; કારણ કે જે પ્રાકૃત ભાષામાં જૈન સૂત્રે રચવામાં આવ્યા છે તેના અભ્યાસની અને તેના ઉપરની ટકાઓના અભ્યાસની અને તેને લગતા બીજા જ્ઞાનની તેને ગુરુ અને પ્રચારક તરીકે ખાસ આવશ્યક્તા હતી. તેમણે જે વિદ્વત્તાભરેલા ગ્રંથે આગામી વયમાં બનાવ્યા છે તે જોતાં તેની જ્ઞાનશક્તિના સંબંધમાં પ્રભાવક ચરિત્રકારે જે હકીકત ઉપર જણાવી છે તે તદ્દન સાચી છે, અને એમ લાગે છે કે તેનામાં બુદ્ધિવૈભવ સાધારણ પ્રકારના કરતાં બહુ ઉચ્ચ પ્રતિને હવે જોઈએ. માત્ર દેવચંદ્ર જ તેને ભણાવનાર ગુરૂ હતા કે બીજાઓ પણ હતા તે હકીકત કઈ જગ્યાએ કહેવામાં આવી નથી. દેવચંદ્ર જ તેના શિક્ષાગુરૂ એકલા હોય તે હકીકત પણ ન બનવાજોગ નથી, કારણ કે દેવચંદ્ર કેઈપણ રીતે તદ્દન સામાન્ય વ્યક્તિ તે નહાતી જ. તેના શિક્ષાગુરૂએનાં નામે સેંધવામાં આવેલ છે તેમાં દેવચંદ્રનું નામ નથી તે ધ્યાનમાં રાખવા જોગ છે. બીજી બાજુએ એમ હકીકત છે કે-રાજશેખર (પ્રબંધકેશકાર) એમ જણાવે છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com