________________
( ૪૩ ) સરસ્વતીમંદિરમાંથી મંગાવવામાં આવી હતી ત્યારે માત્ર એ લેખકના મનમાં શારદાની ભૂમિને સાહિત્યસંબંધી ઘણે ઉંચે. ખ્યાલ હોવાને કારણે થયેલ અતિશયોક્તિ જ માલુમ પડે છે. એ મુદ્દા પર મેરૂતુંગ કહે છે કે જુદા જુદા દેશમાંથી વ્યાકરણની પ્રતે મંગાવવામાં આવી હતી એ વાત વધારે સંભવિત લાગે છે. અને મૂળ ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે જયસિંહે નવીન વ્યાકરણને વિશેષ પ્રચાર માટે પ્રયાસ કર્યો, એની પ્રતે જુદે જુદે સ્થળે એકલાવી આપી અને તેને અભ્યાસ કરાવવા માટે એક શિક્ષાગુરૂની નિમણૂક કરી. આ હકીકત છેક માનવા ચોગ્ય નથી એમ જાહેર કરી શકાય તેમ નથી. કવિ વારૂણિ જણાવે છે કે રાજા આનંદપાલે તેના ગુરૂ ઉગ્રભૂતિને બનાવેલ “શિષ્યહિત” નામને ગ્રંથ પ્રસાર કરવા માટે પ્રયત્નો કર્યા. આ હકીકત વગર શંકાએ ઐતિહાસિક છે. તેવી જ રીતે રાજાના હુકમથી તૈયાર થયેલા ગ્રંથોના સંબંધમાં એ અહેવાલ આવે તે જરૂર પરિપૂર્ણ વિચારણા માગે છે. સિદ્ધહેમચંદ્રના સંબંધમાં તે વળી એક વધારે હકીકત એ પણ પ્રાપ્ત થાય છે કે કકકલ નામના જે પંડિતે એને પ્રચાર કરવા પ્રયત્ન કર્યો એમ પ્રભાવકચરિત્રમાં કહેવામાં આવેલ છે તે માત્ર ઐતિહાસિક
વ્યક્તિ હતી એટલું જ નહિ પણ ગ્રંથના વિવેચનમાં પણ એણે પિતાની જાતને ઉપયોગી બનાવી હોય એમ જણાય છે. ડે. કલહને સદર વ્યાકરણની ટીકાના ન્યાસકની જે પ્રત વાપરી હતી તેમાં કક્કલના અભિપ્રાયને ઉલ્લેખ કરવામાં આવ્યું છે... આ ઉપરાંત દેવસૂરિને એક શિષ્ય ગુણચંદ્ર કકકલ
| * Extract સંક્ષિપસાર. x એ બતાવે છે કે કાલ વ્યાકરણ વિષય પરત્વે આધારભૂત ગણાતું હશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com