________________
(૧૧૦) ત્યારપછી તે કહે છે કે કુમારપાળે એક મંદિરમાં પાર્શ્વનાથની પ્રતિમાની સ્થાપના કરી અને તે મંદિરને ત્રિભુવનપાલવિહાર એવું નામ પિતાના પિતાના માનમાં આપ્યું. એ મંદિર શત્રુંજય નજીક વાગભટપુરમાં બંધાવ્યું. ત્યારપછી તે દાંતના પ્રાયશ્ચિત્તને અંગે ૩૨ મંદિરની બાબતને તથા કુમારવિહારને ઉલેખ કરે છે, પણ એના સ્થાપત્યનું ખાસ વર્ણન કરવામાં આવ્યું નથી. છેવટે ચાર વધારે મંદિરનાં વર્ણન કરવામાં આવ્યાં છે.
૧ મુષકવિહાર–કુમારપાળ જયારે જયસિંહના ત્રાસથી નાસભાગ કરી રહ્યો હતો ત્યારે એણે મુષક-ઉંદરને ભંડાર ચેર્યો હતો અને તેના તે કામને પરિણામે થયેલ નાસીપાસીથી ઉંદર મરણ પામ્યું હતું. એના મરણના પાપનું પ્રાયશ્ચિત્ત કરવા આ મંદિર તેણે બંધાવ્યું હતું.
૨ કરવિહાર–એક અજાણું સ્ત્રી ( અપ્રસિદ્ધ નારી) જેણે કુમારપાળને તેની નાસભાગ દરમ્યાન ભાતની થાળી (કરંબાવાળી) ખવરાવી હતી તેના માનમાં આ મંદિર બંધાવવામાં આવ્યું હતું. • ૩ દીક્ષાવિહાર–ખંભાતના સાલીકવસહિકા નામના - લતામાં એક પુરાણું મંદિર હતું. ત્યાં હેમચંદ્રને સાધુ તરીકે દીક્ષા આપવામાં આવી હતી. આ મંદિરને ફરીવાર બંધાવદેવામાં આવ્યું. - ૪ ઝાલિકાવિહારગુણાડિયામંદિર. હેમચંદ્રને
જ્યાં જન્મ થયે હતું તે સ્થાનપર ધંધુકામાં કુમારપાળે મંદિર બંધાવ્યું. એ મંદિરના સ્થાન પર ઘર હતું ત્યાં હેમચંદ્રને જન્મ થયે હતે. ૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com