________________
(૧૩) ટાઢવામાં આવી છે. જ્યારે કુમારપાળ રાજા અપુત્ર મરણ પામનાર વ્યાપારીઓનાં માલ-મિલકત જપ્ત કરવાનું છોડી દે છે ત્યારે મેરૂતુંગ હેમચંદ્રપાસે કુમારપાળના ગુગગાન કરાવે છે; છતાં આ સંબંધનું તેનું વક્તવ્ય પ્રભાવકચરિત્રસાથે મળતું આવતું નથી. જે લેક મેરૂતુંગના કહેવા પ્રમાણે “ વિદ્વાન વ્યક્તિ” ને કરે છે તે શ્લેક પ્રભાવકચરિત્રકાર હેમચંદ્રને છે એમ કહે છે અને મેરૂતુંગ જે લેક હેમચંદ્રને બનાવેલ કહે છે તે પ્રભાવકચરિત્રમાં દેખાતું જ નથી. ત્યારપછી મેરૂતુંગ એક શ્લેક ટાંકે છે. એ શ્લેકમાં હેમચંદ્રના મુરબ્બી ઉદયનના બીજા પુત્ર આમ્રભટની ભરૂચમાં સુવ્રત (મુનિસુવ્રત)ના મંદિરની પૂર્ણાહુતિ માટે પ્રશંસા કરવામાં આવી છે અને તે ઉપરાંત એ તીર્થકરની પ્રશંસામાં એક ગીત-ગાયન પણ મેરૂતુંગ ટકે છે. આ બાબતમાં ઉપર જે પ્રથમ કલેકની હકકત કહી તેને ઉલ્લેખ પ્રભાવક ચરિત્ર પણ કરે છે. એ ઉપરાંત પ્રબંધચિંતામણિ, હેમચંદ્ર શત્રુંજય ઉપર બનાવેલ કહે વાતે એક પ્રાકૃત-દંડક અને એક અપભ્રંશની અર્ધ કવિતા ( શ્લોકાર્ધ) રજુ કરે છે. એની અંદરની હકીકત એક સાધુના મુખને યોગ્ય જણાતી નથી, કારણ કે એમાં ગુણિકા-નાચનારીની હકીક્તને ઉલ્લેખ આવે છે. જિનમંડનની વાર્તાની સંખ્યા ઘણી મોટી છે. આમાંની ઘણીખરી વાતે કુમારપાળે લીધેલા જેનનાં બાર વતેના નિવેદનમાં માલુમ પડે છે
બ્રાહ્મણ પૂજારીએ રાજાનાં વતેનું ભંગ કરાવવા મથી રહ્યા હતા, તેની સાથે રાજા કેવી રીતે વર્તતે હતે તે સંબંધીની કથા ઉપરની સાબીતીઓ કરતાં પણ એની કાવ્યવિચક્ષણતાને અને ઘણું વધારે રસાત્મક વર્ણન પૂરું પાડે છે. એ વાર્તા કદાચ આધાર વગરની (Apoetryphal) પણ હેય. આ વાતનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com