________________
હેમચંદ્ર-કુમારપાળ સંબંધ પરત્વે સ્થાઓ અને તેના અંત સંબંધી વાતે.
કુમારપાળના જૈનધર્મના સ્વીકાર પછી હેમચંદ્રની પ્રવૃત્તિઓ સંબંધી અગાઉ વિગતે આપવામાં આવી છે તે ઉપરાંત હેમચંદ્ર અને કુમારપાળના સંબંધ પરત્વે અને બીજા બનાવેને અંગે પ્રબંધોમાં ઘણી વાતે છે. જો કે આમાંની ઘણીખરી વાતે એતિહાસિક દષ્ટિએ વગર મૂલ્યની–બીનઉપયોગી છે, છતાં પરિપૂર્ણતાની ખાતર એને સંક્ષિપ્ત ઉલ્લેખ કરી જઈએ. ધારવામાં આવી શકે તે પ્રમાણે એવી વાતેની સંખ્યા પ્રભાવકચરિત્રમાં ઓછામાં ઓછી છે. એ કૃતિ માત્ર પાંચ જે કથાઓ આપે છે. મેરૂતુંગ સેળ વાર્તાઓ આપે છે. રાજરોખર એમાં થી વધારેને ઉમેરે કરે છે. વળી જિનમંડન એમાં પણ થી વધારેને ઉમેરો કરે છે, અને બીજી કથાઓનું અલંકારિક કલામય વર્ણન આપે છે. એમાં પુરાણું સાહિત્યને વધારે એવો બનાવવામાં આવ્યું છે. એ વાર્તાની હકીકતને અંગે એ સર્વના બે મોટા મુખ્ય વિભાગ પાડી શકાય, એક વિભાશમાં હેમચંદ્રના જ્ઞાન અને વર્તન (ચારિત્ર)ની પ્રશંસા કરવામાં આવી છે અને બીજામાં કુમારપાળની હેમચંદ્રતરફ ભક્તિ અને તેને જૈન ધર્મ તરફને પ્રેમ સાબીત કરવામાં આવ્યું છે.
હેમચંદ્રના સંબંધમાં શરૂઆતમાં એણે જુદે જુદે પ્રસંગે બનાવેલી કહેવાતી અનેક પકૃતિઓ (પ્લેકે વિગે) મોટી સંખ્યામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com