________________
( ૧૨૫) માંસ ગમે છે! માટે તમે તદ્દન ચૂપ થઈ જાઓ. હું જીવતાં પ્રાણીઓ મારી નાખવા દઈશ નહિ.” પૂજારીઓએ પિતાના માથાં નીચાં કરી દીધાં. બકરાઓને છે મૂકવામાં આવ્યા પણ રાજાએ દેવીઓ પાસે અન્નનું નૈવેદ્ય ધર્યું અને તે કિંમતમાં બકરાંની જેટલું જ મૂલ્યવાન હતું.”
આ વાર્તાને જિનમંડન જરા ટુંકા આકારમાં આપે છે તે બાઈબલમાંની ઇલી જાહ અને બાલના પાદરીની વાર્તાને કેટલેક અંશે યાદ કરી આપે છે, પણ એ બાઈબલની વાર્તાને આ સ્વરૂપે ગોઠવી હેય એવું તે ભાગ્યેજ ધારી શકાય. કદાચ એ વાર્તા તદ્દન સ્વતંત્ર રીતે ઉત્પન્ન થઈ હશે. જે તે માત્ર બનાવટ જ હોય તે પણ તે સારી બનાવટ છે, કારણ કે કુમારપાળે જૈનધર્મને સ્વીકાર કર્યા પછી કેવા પ્રકારની મુશ્કેલીઓ વેઠી અને તેના માર્ગમાંથી તે દૂર કરવાને અંગે તેના ધર્મગુરૂનું વર્તન કેવા પ્રકારનું હતું તે બાબતને તે ઘણેભાગે આબેહુબ ચિતાર પૂરો પાડે છે. એ નેંધ કરવા લાયક છે કે આ વાર્તા પ્રમાણે કટેભરીને મત નિમૂળ કરવામાં આવ્યું નહોતું, પણ હીતર્પણના મતમાંથી વગર લેહીના મતમાં ફેરવી નાંખવામાં આવ્યું હતું.
મેરૂતુંગે આપેલી બે બીજી વાર્તાઓ હેમચંદ્ર પિતાના શત્રુ એ તરફ કેવી રીતે વર્તતા હતા તે બતાવે છે. પહેલી વાર્તા આ પ્રમાણે છે –બળવાન શિવ પૂજારી બૃહસ્પતિએ દેવપટ્ટનમાં કુમારવિહારને અંગે કોઈ પ્રકારની ખફગી વહારી. એને અંગે હેમચંદ્રની એના ઉપર અવકૃપા થઈ અને તેને પરિણામે એ પિતાને હે ઈ બેઠે. પછી એ બૃહસ્પતિ અણહિલવાડ આવ્ય, શોઢાશ્વયાક ભણ્યા અને એ જેન ગુરૂની સેવા આદરી વિજ્ઞાપ્ત કરતી એક કવિતાએ હેમચંદ્રને ઠંડા કર્યા અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com