________________
(૧૦૦) સ્વાભાવિક રીતે અતિશયોક્તિવાળું છે અને ભવિષ્યવાણીની ભાષાને અનુરૂપ છે. કદાચ આપણે “મહાવીર ચરિત્ર” ના સદર વક્તવ્યને એ અર્થ કરે જોઈએ કે કુમારપાળે નાના નાના મકાને (નાના દેરાસર) ઘણું મેટી સંખ્યામાં બંધાવ્યાં, પણ ખાસ નામ આપવાને ચગ્ય તે નહેતાં અને એ ઉપરાંત અણુહિલવાડમાં એણે અત્યંત સુશોભિત વિશાળ મંદિર બંધાવ્યું. આ અર્થ જે આપણે સ્વીકારીએ તે આ વક્તવ્ય અને “દ્વયાશ્રય” ના સદર વક્તવ્યને સમન્વય થઈ જાય. એમ કરવામાં આપણે એટલું સ્વીકારી લેવું પડે કે “ દ્વયાશ્રય”માં માત્ર ખાસ ધ કરવા લાયક મકાને ઉલ્લેખ કરવાને હેમચંદ્રને આશય હતું અને સદર દ્વયાશ્રયગ્રંથ “મહાવીર ચરિત્ર” પછી લખવામાં આવ્યું હતું. પ્રબંધે પણ ઘણું મંદિર બંધાવવાની વાત રજુ કરે છે. પ્રભાવક ચરિત્ર પ્રથમ અણહિલવાડમાં કુમારવિહાર બંધાવવાની હકીકત કહે છે. એની બંધામણનું કાર્ય તે મંત્રી વાક્ષટના નામે કરે છે. ત્યારપછી પ્રભાવક ચરિત્ર જણાવે છે કે રાજાએ પોતાનાં દાંતેનાં પાપનાં પ્રાયશ્ચિત માટે ૩૨ નાનાં વિહાર બંધાવ્યાં અને પોતાના પિતા તિહુઅણુપાળ અથવા ત્રિભુવનપાળના મંદિરમાં નેમિનાથની મૂર્તિને સ્થાપન કરી શત્રુંજય પર્વતપર એક મંદિર બંધાવ્યું અને એણે આખા દેશસ્થાન (જુદા જુદા પ્રાંતની મુખ્ય જગ્યાઓ) ને જિનચૈત્યથી અલંકૃત કર્યા. એ ગ્રંથને તદ્દન છેડે વીતભયનાં ખડેરામાંથી મૂર્તિ શેધી કાઢવાની જે વાત “મહાવીર ચન્દ્રિ” માં જોઈ હતી તે હકીકત ત્યાં પણ મળી આવે છે.
મેરૂતુંગની સંખ્યા આથી પણ વધારે મેટી છે. પ્રથમ જુદા જુદા પ્રાંતમાં બાંધેલ મંદિરની સંખ્યા ૧૪૦ કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com