________________
(૧૧૧) આ સર્વ વિગતેને આપણે કદાચ સંપૂર્ણ વાસ્તવિક તરીકે સ્વીકારવા તૈયાર થઈ ન શકીએ તે પણ તે એટલું તે જરૂર દર્શાવે છે કે કુમારપાળનાં મંદિરે માત્ર અણહિલવાડ અને દેવપટ્ટનમાં જ પર્યાપ્ત થતાં નથી. વર્તમાન દંતકથાઓએ પણ એની યાદીઓ સંગ્રહી રાખી છે. આજે પણ શત્રુજય ઉપર અને ગિરનાર ઉપર કુમારવિહાર (કુમારપાળે બંધાવેલ દેરાસર ) બતાવવામાં આવે છે, પણ તેમને ઘણે છેદ્વાર કરવામાં આવેલ છે અને તેમાં પુરાણું લેખો મળતા નથી. ખંભાત અને ધંધુકામાં લોકે કહે છે કે જે સ્થાન પર કુમારપાળનાં મંદિરે એક વખત સ્થિત થયેલાં હતાં તે જગ્યાએ જાણીતી છે.
જનધર્મના વર્ચસવમાં અને જૈનેના લાભમાં આટલી બધી વિસ્તૃત પ્રવૃત્તિ છતાં કુમારપાળ પિતાના કુળને પુરાણે ધર્મ તદ્દન વિસરી ગયે નહિ. “દ્વયાશ્રયમાં પ્રાણીસંરક્ષણના કાયદાનું અને અણુહલવાડમાં કુમારવિહાર બંધાવવાનું જણાવ્યા પછી હેમચંદ્ર પિતે તે ગ્રંથમાં શિવ-કેદારનાથ અને શિવ-સોમનાથના મંદિરને સમરાવવાની હકીકત કહે છે અને આ બનાવ અણહિલવાડમાં કુમારવિહાર બંધાવ્યા પછી અને દેવપટ્ટણના મંદિર બંધાવ્યા પછી આગળ ઉપર બને છે. દેવપાટણમાં મંદિર બંધાવવાને હેતુ ઘણે વિચિત્ર છે. હેમચંદ્ર કહે છે કે મહાદેવ પિતે કુમારપાળ રાજાના સ્વપ્નમાં દેખાયા. તેણે જણાવ્યું કે તેની સેવાઓથી તે પ્રસન્ન થયેલ છે અને અણહિલવાડમાં પિતે જાતે રહેવાની ઈચ્છા બતાવી. આટલી હકીકતો ઉપરથી આપણે એવા નિર્ણય ઉપર આવી શકીએ કે કુમારપાળની હેમચંદ્ર તરફ ગમે તેટલી ભક્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com