________________
(૧૧) ૨ “ અસાધારણ સગવડથી અન્વિત થયેલા જ્ઞાન અને પૂર્ણતાના ભંડાર સુપ્રસિદ્ધ ગુરૂ હેમચંદ્રની કૃતિ ઉપર ખુલાસાઓ લખવાની શક્તિ (આવડત) મારા જેવા નિભંગીમાંથી તે કયાંથી લભ્ય થાય? છતાં મેં તેનાપર ખુલાસા કર્યા છે તે તેમાં નવાઈ જેવું કાંઈ નથી; કારણ કે તે મહાન ગુરૂ જે મારા હૃદયમાં નિરંતર વસે છે તેના મુખ ખુલાસાઓનું મેં આમાં પુનરાવર્તન કર્યું છે.”
એ છેલ્લા શબ્દો બતાવે છે કે મહેકે જ્યારે લખ્યું ત્યારે હેમચંદ્ર મરણ પામ્યા હતા અને સદ્દગત તરફના સદ્ભાવભક્તિને પરિણામે તેમણે જે મુખેથી ખુલાસાઓ કર્યા હતા તે મહેન્દ્ર લખી નાખ્યા અને તેમને તેના નામથી પ્રસિદ્ધ કર્યા. હેમચંદ્ર તેટલા માટે એ કેશના બીજા વિભાગપર ટીકા લખવાને વિચાર કર્યો હેય એમ જણાય છે, પણ પિતાની યેજના પાર પડે તે પહેલાં તે મરણ પામ્યા હોય એમ લાગે છે. આપણે તેટલા માટે એમ ધારીએ કે પ્રથમ વિભાગપરની ટીકા થોડા વખત પહેલાં જ પૂરી થઈ હશે. એ હકીકત અહીં ફરીવાર જણાવવી ચગ્ય છે કે (જુઓ પૃ-૨૦૨) શેષાખ્યનામમાળા ગ્રંથને અસલથી જ અભિધાનચિંતામણિની ટીકાના ભાગ તરીકે ગણવામાં આવ્યું હોય તે તે પણ આ છેવટના સમયની જ કૃતિ હોય. આ અભિપ્રાયના ટેકામાં આવા જ પ્રકારને એક પ્રસંગ ટાંકી શકાય તેમ છે. વેગશાસ્ત્રની ટીકામાં પદ્યરચનાને વધારે મૂળમાં પણ કરવામાં આવ્યો છે. (જુઓ નેટ નં. ૬૦). આ મુદ્દા ઉપર ચોખવટ-સ્પષ્ટતા કોશેની ટીકાની તાડપત્રની પ્રતાની શેખેળ કરવામાં આવે તો જ થઈ શકે. પ્રભાવકચરિત્ર (નેટ નં. ૭૪) માં ઉલ્લેખ કરેલ જિન વાયગ્રંથ જેનું નામ ત્યાં “પ્રમાણુમિમાંસા ” આપવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com