________________
(૧૦૮) વાનગી આપી હતી. એ તે ઘણી સહેલાઈથી સમજી શકાય તેવું છે કે જે ધાર્મિક જાહેર વરઘોડામાં દેવની મૂર્તિઓ મેટા રામાં સ્થાપન કરીને ફેરવવામાં આવે તે સંબંધી હિંદુસ્તાનના લેકો ખાસ કરીને બહુ જ ઈર્ષાલુ હોય છે. જ્યાં જ્યાં બની શકે ત્યાં ત્યાં નાની સંખ્યાની આવી કેમેને વધારે મજબૂત સંખ્યાવાળી કેમ અટકાયત કરે છે. આ બાબતમાં જેને બીજી કેમના દબાણથી ખાસ કરીને સહન કરતા આવ્યા છે. હાલમાં થોડાં વર્ષ ઉપર જ દીલ્હીમાં દિગંબર જૈને રથયાત્રાને વરઘડે કાઢવા માંગતા હતા તેને અંગે તેમને વૈષ્ણવ સાથે ઘણે સખ્ત કજીઓ થયે હતે. પુરાણપ્રિય પૂર્વકાળના રાજાએના સમયમાં ગુજરાતના શ્વેતાંબરે પોતાની મૂર્તિઓ જાહેરમાં ફેરવી શક્તા નહાતા એ સંબંધમાં જરાપણુ શંકા નથી અને તેમને આ હક્ક કુમારપાળે ફરી વખત પુનઃ પ્રાપ્ત કરી આવ્યો હોય એમાં પણ શક નથી. આપણે જે આ ખુલાસો સ્વીકારીએ તે “મહાવીર ચરિત્ર” માં કહેવામાં આવ્યું છે કે દરેક ગામમાં રથયાત્રાઓ થઈ એ વાત ન માનવા ગ્ય લાગતી નથી, કારણ કે ગુજરાતના લગભગ દરેક શહેર કે ગામમાં નાની જૈન કેમ હોય છે. તેઓને ધંધે શરાફી અને વ્યાપારને હોય છે. મંદિર બંધાવવાની બાબતને અંગે “ક્યાશ્રયકાવ્ય”માં અણહિલવાડમાં કુમારવિહાર અને દેવપટ્ટનમાં તેટલું જ મહત્ત્વનું મંદિર એમ બે મંદિર બનાવવાની હકીકત કહેવામાં આવી છે. બીજા હાથપર “મહાવીર ચરિત્ર” ૭૫ માં લેકમાં કહે છે તે પ્રમાણે લગભગ દરેક ગામમાં જિનચૈત્ય બંધાવવામાં આવ્યાં, પણ નામનિર્દેશ કરીને તે એ એક જિનમંદિર અણુહિલવાડમાં બંધાવવાની હકીકત રજુ કરે છે. આ કુમારવિહારનું મંદિર હોવું જોઈએ એમ આપણે સ્વીકારીએ. પ્રથમનું વક્તવ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com