________________
(૧૦૭) ખાસ ઉમેર્યો છે તે ઉપરથી કોઈ પણ એમ ચોક્કસ અનુમાન કરી શકે કે છઠ્ઠા સૈકામાં પુત્રવગરના વ્યાપારીઓનું ધન ખાલસા કરવાનો રિવાજ હતું અને કાંઈ નહિ તે ઓછામાં ઓછું કાળીદાસની જન્મભૂમિમાં તે તે જરૂર હતું. આ રિવાજ જૈનેને ખાસ કરીને ખૂબ અગવડ કરનાર હતા એ હકીકત વગર કહે સમજાય તેવી છે, કારણકે તેઓ ઘણુંખરૂં વ્યાપાર અને શરાફી ઉપર નિર્વાહ કરનારા હતા. પૂર્વકાળના પ્રાચીન સંપ્રદાયી રાજાઓ કદાચ તેમની સાથે તેમને નાસ્તિક ગણને ઘણી સખ્તાઈથી વર્યા હશે. “ દ્વયાશ્રયકાવ્ય” કહે છે કે કુમારપાળને આ ઠરાવ ( અપુત્રનું ધન દરબારદાખલ ન કરવાને) અત્યંત ખુશાલીથી વધાવી લેવામાં આવ્યું. ત્યારે આપણે તે હકીકત સહેલાઈથી સમજી શકીએ છીએ, અને પ્રબંધ જ માત્ર નહિ પણ કીતિ મુદીના બ્રાહ્મણકર્તા સોમેશ્વર પણ આ બાબતને અંગે ઘણી પ્રશંસા કરે છે."
- આ રાજ્યહુકમો ઉપરાંત કુમારપાળે જૈન ધર્મ તરફને પિતાને ઉત્સાહ મંદિર બંધાવીને, ઓછામાં ઓછી એક જમીનની બક્ષીસ આપીને અને બ્રાહ્મણ વર્ણોની સમાન અધિકાર જેન કેમને આપીને બતાવી આપે. આ છેલ્લે મુદ્દો માત્ર “મહાવીર ચરિત્ર” માં રજુ કરવામાં આવ્યો છે. ૭૬ માં લેકમાં કહે છે કે કુમારપાળે “અહતની પ્રતિમાને રથમાં સ્થાપન કરીને સર્વ જગ્યાઓએ રથયાત્રાને મહત્સવ કરાવ્યું. ” આ હકીકતથી આપણે એમ સમજવું જોઈએ કે રાજાએ પિતે કંઇ એ જગ્યાએ જઈને રથયાત્રાને મહત્સવ કર્યો નાતે, પણ નાની નાની કેમ આખા દેશમાં છૂટીછવાઈ પથરાયેલી હતી તેને તેવા પ્રકારને મહત્સવ કરવાની પર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com