________________
(૧૦૫) વ્યાપાર છે પડ્યો અને એના બદલામાં તેઓને ત્રણ વર્ષની આવક મળી. “મહાવીર ચરિત્ર” પ્રમાણે પ્રાણું– જીવનસંરક્ષણને નિયમ નાની વાતને પણ લાગુ પાડવામાં આવ્યે. આપણે જે મેરૂતુંગના કથનપર વિશ્વાસ રાખીએ તે આ વક્તવ્યમાં જરાપણ અતિશયોક્તિ નથી. એ મેરૂતુંગ “ યુકાવિહારપ્રબંધ” માં ૮૩ જણાવે છે કે એક “મૂર્ખ " વ્યાપારીએ જી (લીખ) ને ઘસીને મારી નાખી હતી. જે અધિકારીઓને પ્રાણીસંરક્ષણના કાયદાને અમલ કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું હતું તેઓ એ વ્યાપારીને અણુહિલવાડ લઈ આવ્યા અને એ ગુન્હાની શિક્ષામાં એને પોતાની આખી મિલકતને વ્યય કરીને યુકાવિહાર બંધાવી આપવું પડયું. આ સજા ગુન્હાના પ્રમાણમાં આકરી લાગે, પણ લક્ષને જે સજા થઈ હતી તેના પ્રમાણમાં આ ઘણી દયામય સજા ગણાય. નાડુલનામડેલના રાજા કલ્હાણના ભિક્ષાપાત્રને ઉચકનાર એ લક્ષ હતું. આ હકીકત પ્રભાવકચરિત્રમાં આપવામાં આવી છે. અણહિલવાડના લેકાલોકના ચૈત્ય (મંદિર) માં એ લક્ષે કાચા માંસની ભરેલી થાળી સ્થાપના કરી હતી તે હકીકત જાહેર થઈ–જાણવામાં આવી એટલે તે લક્ષને દેહાંતદંડની સજા થઈ હતી.
માંસભક્ષણના પ્રતિબંધ સાથે દારૂપાનના નિષેધને પણ જોડવામાં આવેલ હતું. આ જૈનેના બીજા ગુણવતને અનુસાર હતું. એ પ્રતિબંધ સાથે જુગટને નિષેધ, જનાવરોની સાઠમારી અને ઘેડહેડની શરતે પણ સંબંધ ધરાવે છે. આ બાબતેને નિષેધ ત્રીજા ગુઢતથી થાય છે. આ બન્ને સુધાઓ ઉપર રાજ્ય તરફથી કેઈ પ્રકારનું શાસન કે ફરમાન કે ફરમાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com