________________
( ૪૬ ) અથવા “નામમાળા” એટલે કે શબ્દ કોશ તૈયાર કર્યો. ' આની રચના એક અથવાચી જેટલા શબ્દ હોય (Homonymic) તેને સંગ્રહ કરવાની પદ્ધતિ પર થઈ ત્યારપછી એક શબ્દના અનેક અર્થ (Synonymic) થતાં હોય તે બતાવનાર “અનેકાર્થસંગ્રહ” નામને કેશ તેમણે બના
વ્યા. ત્યારપછી સાહિત્યના વિષયને ગ્રંથ “અલંકારચૂડામણિ” બનાવ્યું અને વૃત્તોને અંગે “દેનુશાસન ” ની રચના કરી. સદર પુસ્તકમાં જે કમ રજુ કરવામાં આવ્યું છે તેને લગતા જે કથને તેમાંથી પ્રાપ્ત થાય છે તેને અંગે ગ્રંથકૃતિને ઉપર પ્રમાણે કમ અત્ર રજુ કરવામાં આવ્યું છે. પ્રથમના બે પુસ્તકોને અંગે પ્રભાવક ચરિત્રકાર (નેટ ૩૧ શ્લોક ૯૮ માં) કહે છે કે વ્યાકરણ પૂરું થયું તેની સાથે જ સદર બને ગ્રંથે પૂરા થયા. આ હકીકત બનવાજોગ લાગતી નથી કારણ કે વ્યાકરણની રચના, તેનાં પરિશિષ્ટ અને તેની ટીકા તેટલા થડા વખતમાં પરિપૂર્ણ કરવા માટે બસ હતા અને હિંદુસ્તાનમાં સામાન્ય રીતે બને છે તે પ્રમાણે હેમચંદ્ર વ્યાકરણ સંગ્રહમાં પિતાના શિષ્યની સહાય લીધી હોય અને પિતાના ગ્રંથને લગતી તૈયારીઓ કદાચ પહેલેથી કરી રાખી હોય તે પણ પ્રભાવકચરિત્રની હકીકત બંધબેસતી થવી સંભવિત લાગતી નથી. મેરૂતુંગ કહે છે તે પ્રમાણે વ્યાકરણના કાંઇ ૧૨૫૦૦૦ (સવાલાખ) લેક નથી, છતાં ટીકાઓ સાથે અને પરિશિષ્ટો જેની ઉપર પણ ટીકાઓ બનાવેલી છે તેની સાથે ૨૦૦૦૦ થી ૩૦૦૦૦ લેકને એ ગ્રંથ થાય છે. જયસિંહના મરણ પહેલાં બને કેશે તૈયાર થઈ ગયા હોય એ બનવાજોગ છે. એ બનેમાં કઈપણ જગ્યાએ એવી સૂચના નથી કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com