________________
(૭૭) વિગત પ્રથમ આપવામાં આવી હતી તે રાત્રીએ વિજળીથી રાણીને મહેલ બળીને ખાખ થઈ ગયે. આવી સલાહ આપનાર પ્રચ્છન્ન પુરૂષનું નામ જાણવાની ત્યારપછી રાજાએ ઈચ્છા બતાવી.
જ્યારે હેમચંદ્રનું નામ આપવામાં આવ્યું ત્યારે તરત જ રાજાએ તેમને તેડાવી મંગાવ્યા. પિતાની વિરમૃતિ માટે તેમની ક્ષમા માગી અને તેમની સલાહ પ્રમાણે રાજ્ય ચલાવવાનું વચન આપ્યું. આવી રીતે જિનમંડન બતાવે છે કે-વિક્રમ સંવત ૧૧૯ પછી સુરતમાં જ હેમચંદ્ર કુમારપાળના મિત્ર અને સલાહકાર થયા. ત્યારપછી રાજાએ દુનિયાને દિગવિજય કરવાના અહેવાલમાં તે મેરૂતુંગના અહેવાલને બરાબર અનુસરે છે; પણ એક બાબતમાં એ તેમ કરતા નથી. હેમચંદ્રની માતાની ઉત્તરક્રિયાને પ્રસંગે તેમને થયેલા અપમાનની અને ત્યારપછી તે માળવે ગયાની વાત સંબંધી જિનમંડન કાંઈ ઉલ્લેખ કરતા નથી. આ બનાવે, અલબત તેની વાત સાથે બંધબેસતા ન જ થાય. વિગતેનાં વર્ણનમાં તે મેરૂતુંગના કરતાં ઘણે વિસ્તાર કરે છે અને કેટલાક ઉતારાઓ જેને તે હેમચંદ્રના કહે છે તેને ઉલેખ કરીને કુમારપાળના જૈન ધર્મના સ્વીકારની હકીકત તે ખૂબ લંબાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com