________________
( ૮૬ ) બતાવે છે કે વાગભટ કુમારપાળના મંત્રીઓ પૈકીને એક હતે. પ્રબંધોમાંની ઘણુ હકીકતે બતાવે છે કે હેમચંદ્ર ઉદયનના કુટુંબસાથે સંબંધ હંમેશા જાળવી રાખ્યું હતું. દાખલા તરીકે સર્વ પ્રબંધે કહે છે કે વામનસ્થલીના ચુડાસમા રાજા નવઘણની સામેની લડાઈમાં તેને પિતા (ઉદયન) માર્યો ગયે હતે, તેની યાદગીરીમાં વાગભટે શત્રુંજય ઉપર વિક્રમ સંવત ૧૨૧૧ અથવા ૧૨૧૩ માં મંદિર બંધાવ્યું હતું. એક પ્રબંધ વધારામાં કહે છે કે હેમચંદ્ર એવા જ પ્રકારનું કાર્ય ભરૂચના મુનિસુવ્રતના મંદિરને અંગે વિક્રમ સંવત ૧૨૨૦ માં ઉદયનના બીજા પુત્ર આદ્મભટને માટે કર્યું હતું. બીજા પ્રબંધો (નીચે જુઓ) વળી હેમચંદ્ર કરેલ આદ્મભટના વ્યાધિ-નિવારણની હકીકત રજુ કરે છે. ૭ આની સાથે મેરૂતુંગ એ બન્ને પુત્રના પિતા મારફત રાજાસાથે પરિચય કરાવે છે એ હકીકતમાં છે કે ઐતિહાસિક વિપર્યય છે, છતાં તે વાત ધ્યાનમાં લેતાં અણહિલવાડનાં રાજદરબારમાં હેમચંદ્રની લાગવગનું મુખ્ય કારણ ઉદયનનું કુટુંબ હતું અને એ કુટુંબ એને ખાસ રક્ષિત ગણતું હતું એમ નિર્ણય કરવામાં આપણે વધારે પડતી છૂટ લેતા હોઈએ એમ લાગતું નથી. આ એક ઐતિહાસિક હકીકત થઈ. પ્રબંધમાંથી બીજી ઐતિહાસિક વાત તરી આવે છે તે જૈન ધર્મના સ્વીકારની સાલને અંગે છે. પ્રબંધ પ્રમાણે એને જૈન ધર્મને સ્વીકાર એના રાજ્યની શરૂઆતમાં નથી પણ એના મધ્યકાળમાં આવે છે. આ સંબંધમાં પણ ઉપર બતાવવામાં આવ્યું છે તે પ્રમાણે તેઓ હેમચંદ્રના વતજો સાથે મળતા આવે છે.
આ બનાવની ચોકકસ તારીખ અગાઉ વર્ણવેલા રાજમંત્રી વિશપાલના “ મહારાજય” નામના નાટકમાં જાળવી રાખવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com