________________
( ૮૮ ) વ્યાખ્યાન શ્રવણ કરે તે પહેલાં અરસ્પરસના પ્રેમને સંબંધ-વ્યવહાર દીર્ઘ કાળ ચાલ્યો હવે જરૂરી જણાય છે. ધીમે ધીમે મિત્રી કેવી રીતે જામી હશે? અને હેમચંદ્ર રાજાની કૃપા અને તેને વિશ્વાસ કેવી રીતે પ્રાપ્ત કર્યો હશે? તે સંબંધમાં આપણે તેની પિતાની બીજી કૃતિઓ પરથી લગભગ બીનપાયાદાર નહિ એવું અનુમાન કરી શકીએ, જો કે આ બાબતમાં આપણે તદ્દ ચકકસપણું તે ન જ પ્રાપ્ત કરી શકીએ. આ વિચારણાની પહેલા જયસિંહના મરણની સાલ વિક્રમ સંવત ૧૧૯૯ અને કુમારપાળ સાથેના તેમના સંબંધની સાલ વિક્રમ સંવત ૧૨૧૪ અથવા ૧૨૧૫ દરમ્યાન વચ્ચેના સમયમાં હેમચંદ્રની પ્રવૃત્તિસંબંધીની વિચારણું પ્રથમ કરવી ઘટે. ઉપર જણાવ્યું છે તે પ્રમાણે હેમચંદ્રની જયસિંહના દરબારમાં રાજપંડિત તરીકે લગભગ વિક્રમ સંવત ૧૧૯૪માં નીમણુક થયા પછી તેમણે દુન્યવી વિજ્ઞાનના ગ્રંથ તૈયાર કરવાનું કામ હાથ ધર્યું હતું. આને અંગે વ્યાકરણ અને તેનાં પરિશિષ્ટ તથા ટીકાઓ એમણે જયસિંહના મરણ પહેલાં જરૂર પૂરાં કર્યા હતાં. કદાચ એમણે બે સંસ્કૃત કે અને “ દ્વયાશ્રયમહાકાવ્ય” ના ચૌદ સર્ગો પણ જયસિંહના મરણ પહેલાં પૂરાં કર્યા હેય. વિક્રમ સંવત ૧૧૯ પછી એમણે જે પેજના શરૂ કરી હતી તેની સંકલના ચાલુ રાખી જણાય છે અને રાજદરબારમાં પોતાનું સ્થાન રહ્યું ન હતું તેની ખેટની દરકાર કર્યા સિવાય એમણે પિતાનું કાર્ય ખાનગી પંડિત તરીકે પૂરા ઉત્સાહથી ચાલુ રાખ્યું હોય એમ લાગે છે. આ સમયની એમની પ્રથમ કૃતિ તે કવિત્વસંબંધનું તેમનું પુસ્તક “અલંકારચુકામણિ” (૨૯ એ) ઉપર નેધ - ૩૮ માં એક ઉતારે આપવામાં આવ્યો છે તે પરથી આપણને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com