________________
(૯૫ ) ચ્ચા શાસ્ત્રને માનનાર પણ આ પ્રમાણે કહે છે અને મૂળ ગ્રંથ સર્ગ ૩“લેક ૨૧-૨૬ માં પણ માંસ ખાવાની વિરુદ્ધમાં મનુના નામ સાથે તેનું વક્તવ્ય ટાંકવામાં આવેલ છે. બ્રાહ્મણદેવે અને જિનદેવે એક જ છે એવું એની કૃતિમાંથી ઉપલબ્ધ થતું નથી. આ પ્રમાણે હકીકત હોવા છતાં પિતાનાં વ્યાખ્યાનમાં એ તેને જરૂર ઉપચાગ કરતા હોવા જોઈએ એ તદન બનવાજોગ છે, કારણ કે એમ કરવું એ બારમી સદીમાં પણ તદ્દન સાધારણ હતું. વિક્રમ સંવત ૧૨૧૮ ને નાડેલને એક લેખ છે તેમાં રાજકુમારે અહણ અને કલ્હણને બક્ષીસપત્ર નેંધાયેલું છે. તેના મંગળમાં આપણે વાંચીએ છીએ કે –
બ્રહ્મા, શ્રીધર અને શંકર દેવે જેઓ મને વિકારથી મુક્ત હાઈને દુનિયામાં જિને તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે તેઓ તમને મેક્ષને આપ.”
આ સર્વ હકીકત છતાં હેમચંદ્રનું કામ ઘણું આકરું હતું. “મહાવીર ચરિત્ર”ના ઉપરના ઉતારાને સખ્ત અર્થ કરતાં આપણે જેવું ધારીએ તેવું સહેલું કામ નહતું અને તે કાર્યમાં એટલી શીવ્રતાથી હેમચંદ્રને ફતેહ મળી હોય તેમ જણાતું નથી. પ્રબંધકારે કહે છે તેમ તેમચંદ્રના કામમાં એની વિરૂદ્ધની અસરોએ પણ ખૂબ કામ કર્યું હોય તે તદ્દન બનવાજોગ છે. બ્રાહાએ તેની રાજા ઉપરની અસર નિર્મૂળ કરવા પિતાથી બનતું કર્યું અને ખાસ કરીને રાજાના જૈન ધર્મના પદ્ધતિસરના સ્વીકારની સામે તેમણે ઘણા પ્રયત્ન કર્યો હોય એ સર્વ ખાસ બનવાજોગ છે. ઉપર જણાવેલ મેરૂતુંગના વાર્તા પ્રસંગે પ્રમાણે હેમચંદ્રના માર્ગમાં ઇર્ષાળુષી લોકેએ હેમચંદ્રની સામે અનેક વિને ઉભાં કર્યા હતાં. આપણે તેની વિગતેની બાબતમાં કરાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com