________________
(૧૦૧) ૭૦ “ જે દારૂનું પાન જિનના મતને માનનારા દશાહે પણ છેd શક્યા ન હતા તેના સંબંધમાં પણ પવિત્ર આત્મબળવાળે આ રાજા અટકાયત કરશે-નિષેધ જાહેર કરશે. ”
૭૧ “ કેફ ચઢાવનાર દારૂનાં પાનની બનાવટને એ એટલી હદ સુધી નિષેધ કરશે કે કુંભારે પણ દારૂના પ્યાલા બનાવવાનું છેa દેશે.”
૭૨ “ દારૂનાં પીણની લતને લઈને જે દારૂડીઆએ ભીખારી થઈ ગયા હશે તે તેના હુકમથી દારૂ છોડ્યા પછી ફરી વખત ધનવાન થશે.”
૭૩ “ પાસાનો જે રમતને નળ અને બીજા રાજાઓ છે શક્યા નહતા તેને એ રાજા પોતાના અંગત દુમનના નામની પેઠે નામશેષ કરી દેશે.”
૭૪ “ એ રાજાનું રાજ્ય તપશે ત્યાં સુધી કબુતરાની શરત થશે નહિ, મરઘાઓની સાઠમારી (લડત) થશે નહિ.”
૭૫ “ એ રાજા કે જેની સંપત્તિ અગણિત હશે તે ઇચ્છ ગામની ભૂમિને જિનમંદિરેથી વિભૂષિત કરશે.”
૭૬ “ સમુદ્રપર્યત આખી પૃથ્વીમાં અહંતની પ્રતિમાને રસ્થમાં સ્થાપન કરીને દરેક ગામ અને દરેક શહેરમાં એ રથયાત્રામહત્સવ કરાવશે.”
૭૭ “એ પિસાનું ખૂબ દાન કરીને અને દરેકનું દેવું ચૂકવી જઈને આ પૃથ્વી ઉપર પોતાને શક પ્રવર્તાવશે.”
૭૮ “ એના ગુરૂના મુખેથી શ્રવણ થતી કથામાં જમીનમાં રહેલ કપિલકેવળી પ્રતિષ્ઠિત મૂર્તિ સંબંધી હકીક્ત તે એક વાર જાશે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com