________________
( ૮૩ ). આવી હોય તેમ જણાય છે. જૈન ધર્મના સ્વીકારની આ હકીકતને રાજકુમારી કૃપાસુંદરી (એટલે કે દયાસુંદરી) જે ધર્મરાજ અને વિરતિ દેવીની દીકરી થાય તેના અલંકારિક ભાષામાં કુમારપાળ સાથે લગ્ન તરીકે વર્ણવવામાં આવી છે અને તે લગ્ન અર્વતની સમક્ષ ગર તરીકે હેમચંદ્ર કરાવી આપ્યાં હેય એમ જણાવવામાં આવ્યું છે. મહારાજયના જિનમંડનના ઉતારા પ્રમાણે આ લગ્ન વિક્રમ સંવત ૧૨૧૬ના માર્ગશીર્ષ શુદિ બીજને દિવસે થયું આપછે જે એમ સ્વીકારીએ કે સદર તારિખ ખરેખર એ નાટકમાં આ પવામાં આવી છે તે આપણે એ તારિખને આધારભૂત સ્વીકારવી યોગ્ય ગણાય. કારણ નેટ નં. ૬ બતાવે છે તેમ એ મેહપરાજ્ય કુમારપાળના મરણ પછી તુરતમાં જ વિક્રમ સંવત ૧૨૨૯ અને ૧૨૩૨ વચ્ચે લખવામાં આવેલ છે. અહીં એક બાબત જણાવવી જોઈએ કે એક જુની પ્રત જે ત્યારપછી પાંચ વર્ષે વિક્રમ સંવત ૧૨૨૧માં લખવામાં આવી છે તેની પૂર્ણાહુતિમાં લખવામાં આવ્યું છે કે કુમારપાળે “પરમાહંત' (જૈન મતના હાંસીલા ઈછાપૂર્વકના શ્રોતા)નું બિરૂદ મેળવ્યું હતું, જ્યારે વિક્રમ સંવત ૧૨૧૩ ના એક જૈન લેખમાં તેના જેન ધર્મના સ્વીકારસંબંધી કઈ પ્રકારને ઉલ્લેખ કરવામાં આવ્યું નથી. ૬૯
જે કુમારપાળના જૈનધર્મ સ્વીકારની તારિખ વિક્રમ સંવત ૧૨૧૬ લેવામાં આવે તે હેમચંદ્ર અને તેને મેળાપ તે પહેલાં એક કે બે વર્ષે મૂક જોઈએ. જો કે “મહાવીર ચરિત્ર” એમ ભાર મૂકીને જણાવે છે કે આ વિશિષ્ટ ગુરૂને પરિચય થયા પછી
તે ગુરૂને માન આપવા મં9 જશે ” છતાં જાણે કે એ શબ્દો સુવર્ણ જ હોય તેમ તેને તળવા સલાહકારક ગણાય નહિ. રાજા જેન ઉપાશ્રયે જાતે આવે અને હેમચંદ્રના પાદપાસે બેસીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com