________________
(
૫ )
ધર્મને સ્વીકાર કર્યો હતે, એવી જે હકીકત ઉપર રજુ કરવામાં આવી છે તે સત્ય હોઈ શકે નહિ; કારણ કે માળવાની છત જેના સંબંધમાં પ્રભાવકચરિત્ર કાંઈ પણ ઉલ્લેખ કરતું નથી તે જૈન ધર્મના સ્વીકાર પહેલાં બનેલી હકીકત છે અને કુમારપાળ હેમચંદ્રનું વ્યાખ્યાન સાંભળવા જાય છે તે કઈ ચમત્કાર ” (Miracle) ના પરિણામે ન હતું પણ તેની તરફના બહુમાન–બુઝ (Admiration ) નું પરિણામ હતું. મેરૂતુંગને આજુબાજુની પરિસ્થિતિને અહેવાલ તે હેમચંદ્રનાં પિતાનાં વક્તવ્યની અનેક પ્રકારે વિરૂદ્ધ જાય છે તે સહેલાઈથી જોઈ શકાય તેવું છે. માત્ર બે જ મુદ્દાઓ એવા છે કે જે પરત્વે પ્રબંધ હેમચંદ્રના વક્તવ્યને મળતાં થાય છે એટલે કે તેઓએ સાચી દંતકથા જાળવી રાખી છે. તે જ વખતે તેઓ જ્યારે એમ કહે છે કે રાજદરબારમાં કુમારપાળના જેન મંત્રીએ હેમચંદ્રને પ્રવેશ કરાવ્યું અને તેના મતને લાભ થાય તે પ્રમાણે વર્તન કર્યું તે સંબંધમાં તેઓ (પ્રબંધકાર) વગર શકે તદ્દન સાચા છે, કારણ કે “મહાવીર ચરિત્ર” પ્રમાણે જૈન મતને મંત્રી રાજાની સાથે મંદિરે ગયે એ હકીકત કાંઈ કારણ વગર તે નહિ જ ઉલ્લેખવામાં આવી હેય. આપણે વગર શકે એમ સ્વીકારી શકીએ કે રાજાની સાથે આ જેન આવ્યું હતું તેની દરમ્યાનગિરિથી રાજાની અને હેમચંદ્રની ઓળખાણ થઈ અને તેણે જ રાજાને જૈનમંદિર ભેટવા માટે સમજાવેલ હતા. આ મંત્રી તે ઘણે ભાગે ઉદયનને પુત્ર વાગૂટ હતે. ઉપર જૈનધર્મના સ્વીકારને અંગે જે હકીકત પ્રભાવચરિત્રે રજુ કરી છે તેમાં તેના નામને ઉલેખ કરવામાં આવ્યો છે. હેમચંદ્રના શિષ્ય વર્ધમાને કુમાર વિહારની પ્રશસ્તિમાં જે પદ્ય લખ્યું છે તે તે વાતને પુરાવે આપે છે અને તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com