________________
( ૮૩) પ્રદેશમાં એ વિંધ્યાચળ પર્વતના પ્રદેશ સુધી વધશે અને પશ્ચિમ દિશામાં એ સમુદ્ર પર્યત સીમા લઈ જશે.”
પ૩ “જે ગુરૂ હેમચંદ્ર વજાશાખાના અનિચંદ્રની પરંપરામાં થશે તેને આ રાજા એક વખત જેશે.”
૫૪ “વાદળને જોઈને જેમ મયૂર આનંદમાં આવી જાય તેમ એ હેમચંદ્રને જોઈને એ સારે રાજા તે ગુરૂને દરરોજ માન આપવા મંઢ જશે.”
૫૫ “ જ્યારે એ સૂરિ જિનમંદિરમાં પવિત્ર ધર્મશાસ્ત્રને ઉપદેશ કરતા હશે ત્યારે આ રાજા જૈનમતના મંત્રી સાથે તે સરિને માન આપવા તે સ્થળે જશે.”
૫૬ “ રાજાને જે કે તે વખતે સત્યસંબંધી અજ્ઞાન હશે તે પણ તે અર્વતની પ્રાર્થના કરશે અને નૈસર્ગિક પવિત્ર મનથી એ ગુરૂને માન આપશે.”
પ૭ “એમના મુખેથી એ ધર્મસંબંધી પવિત્ર વ્યાખ્યાન આનંદપૂર્વક સાંભળશે ત્યારે તે અણુવ્રત લેશે અને ત્યારપછી પરિપૂર્ણતા પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરશે.”
૫૮. “એનામાં જ્ઞાનપ્રકાશ પડશે ત્યારપછી એ શ્રાવકના સગુણસંબંધી વિસ્તારથી શિક્ષા લેશે અને વ્યાખ્યાનશાળામાં હાજર રહીને પવિત્ર નિયમે સંબંધીના વ્યાખ્યાનના શ્રવણમાં અંતરના પ્રેમથી આનંદ આણશે.”
દ્વયાશ્રય” કાવ્યમાં જે મુદ્દાઓ આપવામાં આવ્યા છે તેની સાથે આ ભવિષ્યકથન પરિપૂર્ણ રીતે બંધબેસતું આવે છે. કવિની અલંકારિક ભાષાના રંગવાળું ગુજરાતની સરહદનું જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com