________________
( ૮૧ )
એણે રિવાજ બંધ પાળે. ( અપુત્રીયાનું ધન રાજ્યજપ્ત કરવાને અસલ રિવાજ હતો. ત્યારપછી બર્દવાનમાં આવેલ કેદાર અથવા કેદારનાથનું શિવનું મંદિર અને કાઠિયાવાડમાં આવેલ દેવપટ્ટનના શિવનું મંદિર-એ બન્નેને એણે સમરાવ્યા એટલે એને એણે જીર્ણોદ્ધાર કરાવ્યું અને તે ઉપરાંત એણે અણહિલવાડ અને દેવપટ્ટનમાં પાર્શ્વનાથનાં મંદિર બંધાવ્યાં. અણહિલવાડના એ મંદિરનું નામ કુમારવસહી પડયું. અણહિલવાડમાં શિવનું મંદિર બંધાવ્યું અને તેના નામને ન શક પ્રવર્તાવ્ય, એ દ્વયાશ્રયમાં આપેલા કુમારપાળના રાજ્યના છેડલા બનાવે છે. આ મુદ્દાઓ પરથી એમ ચોક્કસપણે અનુમાન કરી શકાય છે કે માળવાના વિગ્રહ પછી કુમારપાળને જૈન ધર્મ સ્વીકારને પ્રસંગ બન્ય હતું. જો કે પિતાને કુમારપાળ રાજા સાથે કેવા પ્રકારને સંબંધ હતું તે પણ હેમચંદ્ર કહેતા નથી, છતાં હેમચંદ્ર કુમારપાળના સંબંધમાં ઘણા વહેલા આવ્યા નહિ હોય અને તેના ઉપર પોતાની અસર ઘણું જલ્દી જમાવી નહિ હેય એમ વધારે સંભવિત લાગે છે. આ અનુમાન હેમચંદ્રની પોતાની એક બીજી કૃતિથી વધારે સારી રીતે પ્રતીત થાય છે. “મહાવીર ચરિત્ર” માં તીર્થકરપાસે કુમારપાળના રાજ્યસંબંધી ભવિષ્યર્થન હેમચંદ્ર કરાવે છે. ત્યાં રાજાનું નામ આપવામાં આવે છે અને ત્યાં કુમારપાળસાથે તેને પરિચય કેવી રીતે શરૂ થશે તેની વિગતે વર્ણવવામાં આવી છે. મહાવીર અણહિલવાડનું વર્ણન આપ્યા પછી નીચે પ્રમાણે આગળ લાવે છે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com