________________
( ૭ ) પદ્ધતિ અને વર્તનને બરાબર બંધબેસતી આવે છે, છતાં આ બાબતેને વધારે બારીકાઈથી જોતાં એમાં ઘણ અસંભવિતતાઓ અને અશક્યતાઓ જણાય છે. જેમકે જ્યારે મેરૂતુંગ કહે છે કે ઉદયન કુમારપાળને મંત્રી હતા અને હેમચંદ્રને અને કુમારપાળને પરિચય એ ઉદયને કરાવી આપે હતું ત્યારે મેરૂતુંગના પોતાના ઐતિહાસિક વિપર્યય(Anachromism) કહે છે એમ સહેલાઈથી જોઈ શકાય તેવું છે. મેરૂતુંગના પિતાના અહેવાલ પ્રમાણે (પૃ. ૧૭૭) ઉદયન ગુજરાતમાં સિદ્ધરાજના રાજ્યારોહણ પછી તુરતમાં આવ્યું. એટલે કે એ વિક્રમ સંવત ૧૧૫૦ લગભગમાં આવ્યા. કુમારપાળ ત્યારપછી લગભગ પચાસ વર્ષ ગયા પછી વિક્રમ સંવત ૧૧૯૯ માં ગાદી પર આવ્યો. એટલા માટે એ કુમારપાળના રાજ્યમાં લાબે વખત જી હાય અથવા તે તેણે કુમારપાળની સેવા કરી હોય તે તદ્દન અશકય વાત છે. મેરૂતુંગ કહે છે કે દેવપટ્ટનું મંદિર હેમચંદ્રના ઉપદેશથી કુમારપાળે બંધાવ્યું તે હકીકત તેના કરતાં પણ પુરાણુ પુરાવા સાથે જરાપણુ બંધબેસતી નથી કારણ કે દેવપટ્ટનના ભદ્રકાળીના મંદિરમાં વલભી સંવત ૮૫૦ અથવા વિક્રમ સંવત ૧૨૨૫ ને લેખ છે. આ લેખની હકીક્ત પહેલવહેલી કર્નલ જે. ટેડે બહાર પાડી હતી. એના ૧૧ મા બ્લેકમાં સ્પષ્ટ રીતે જણવ્યું છે કે જે ગાંડા બૃહસ્પતિને માટે જયસિંહને પણ ઘણું માન હતું તેણે શિવસે મનાથના જીર્ણ મંદિરને નવું કરાવવા રાજા કુમારપાળને સમજાવ્યું. ૪ ખૂદ કુમારપાળના રાજ્યના સમયમાં જ કરેલું આવા પ્રકારનું વક્તવ્ય છે તે ત્યારપછી ઘણે વખત ગયા પછીના મેરૂતુંગના વક્તવ્ય કરતાં ઘણું વધારે સંભવનીય ગણાય અને જો એ લેખ સારો હોય તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com