________________
( ૮૦ )
પછી પ્રબંધચિંતામણિનું આખું વર્ણન અશ્રદ્ધેય થઈ જાય છે. મેરૂતુંગની કૃતિમાં જે દંતકથા જાળવી રાખવામાં આવી છે તેના શ્રદ્ધેયપણ સંબંધી આ મુદ્દાઓ આપણા મનમાં સંદેહ ઉત્પન્ન કરે, તે પછી એ દંતકથા અને પ્રભાવક ચરિત્રને અહેવાલ કુમારપાળના ઈતિહાસને અંગે અને તેની સાથેના હેમચંદ્રના સંબંધને અંગે ખૂદ હેમચંદ્રના વક્તથી જ તદ્દન વગરમૂલ્યના છે એમ તે વક્તવ્ય જ બતાવી આપે છે. હેમચંદ્ર “ દ્વયાશ્રય” માં કુમારપાળે રાજપુતાનામાં આવેલા સકંભરાસંભારના રાજા અર્ણોરાજ સામે ફતેહમદ વિગ્રહ કર્યો અને માળવાના રાજા બલ્લાલસાથે વિગ્રહ કર્યો તેનાં વર્ણન પાછળ હેમચંદ્ર આખા ચાર સર્ગો રેકે છે (સર્ગ ૧૪–૧૯). આના સંબંધમાં ચક્કસ તારિબે કે વર્ષો આપવામાં આવ્યા નથી, છતાં વર્ણન ઉપરથી એમ સલામત રીતે જોઈ શકાય તેમ છે કે કુમારપાળ એના રાજ્યારોહણ પછી તુરત જ આ બહારની ઘુંચવણમાં ગેટવાઈ ગયે હતું અને મહાન વિજેતા તરીકે એ બહાર પડે તે પહેલાં ઘણે સમય પસાર થઈ ગયે હતે. અરાજસાથે વિગ્રહ કુમારપાળના રાજ્યારોહણ પછી સુરતમાં જ શરૂ થયો હતો અને તે ઘણાં વર્ષો સુધી ચાલ્યા હતે એમ જણાય છે. તે પૂરી થયા પછી બલાલ સામેને ઘેરા શરૂ થાય છે અને તે કાંઈક ઓછા સમયમાં પૂરે થયે હોય એમ જણાય છે. વિશમા સર્ગમાં હેમચંદ્ર કહે છે કે આ માળવાને ઘેર ફતેહમંદીથી પૂર્ણ થયા પછી કુમારપાળે ગુજરાતમાં જનાવરને વધ બંધ કર્યો. પ્રાણીઓના બચાવ સંબંધમાં રાજશાસન (વટહુકમ) બહાર પાડ્યા પછી વારસાને મૂકયા વગર મુક્વા જનારની મિલકત દરબાર દાખલ કરવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com