________________
કુમારપાળના જૈનધર્મ સ્વીકાર પરત્વે
હેમચંદ્રનાં વક્તવ્યો.
કુમારપાળના જૈનધર્મના સવીકારસંબંધી આ જૂદી જુદી દંતકથાઓની સરખામણી કરતાં મેરૂતુંગે જે અહેવાલ લખે છે તે ઘણા ચાતુર્યથી ઘડાયેલ છે અને તેનું નિરૂપણ ઘણું અસરકારક છે તેમ લાગે તેની ના કહી શકાય તેમ નથી. એ વર્ણન સ્વાભાવિક લાગે છે. બ્રાહ્મણે તરફથી થયેલા અપમાનને પરિણામે હેમચંદ્ર પિતાનું સ્વાતંત્ર્ય (પિતાની ઉપેક્ષા) છે દેવાને અને રાજાને આશ્રય લેવાને વિચાર કરે એ આખી હકીકત તદન બનવાજોગ લાગે તેવી છે. કુમારપાળ રાજાને થડા વખત સુધી જૈન ધર્મના અગત્યના નિયમ લેવા માટે તે સમજાવે છે અને છતાં રાજાની શિવ તરફથી ભક્તિમાં તે અડચણ કરતા નથી કે આડા આવતા નથી; એટલું જ નહિ પણ એ સંબંધમાં એને ખાસ ઉત્તેજન આપે છે. એને અંગે લીધેલ અતિ ચાતુર્યમય માર્ગ, એ રાજદરબારમાં એની વિષમ સ્થિતિનું સીધું પરિણામ હતું. આ (મહાદેવ તરફના) રાગ અને સ્વીકારવાને આભાસ અને ગમે તે પ્રકારે રાજાને પિતાને બનાવી લેવાનું કાર્ય અને ત્યારપછી ગ્ય પ્રસંગ પ્રાપ્ત થઈ જતાં તેને લાભ લેવાની આવડત–આ સર્વ વાત માનવા ચાગ્ય લાગે છે. અને જૈન પાદરીઓ (ઉપદેશક) ની.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com