________________
(
૫ )
તેણે આ વખત કૃણાગુરૂને ધૂપ ચાલુ રાખવે. આ પ્રમાણે બને પોતપોતાનું કામ કરી રહ્યા હતા ત્યારે મૂળ ગભારો આ ધૂમાડાથી ભરાઈ ગયે. અને એકાએક પ્રકાશિત તિ દેખાઈ અને લિંગની આજુબાજુમાં જળાધારીમાં એક સન્યાસીનું ઝળહળતું રૂપ આબેહુબ દેખાયું. રાજા આ રૂપને પગથી માથા સુધી અર્થે અને દિવ્ય જાતિનું રૂપ છે એમ ખાત્રી કર્યા પછી તેની પાસેથી શિક્ષા-સૂચનાની માગણી કરી. એ જોતિએ જણાવ્યું કે-હેમચંદ્ર દષ્ટા છે, વિશિષ્ટ બુદ્ધિવૈભવશાળી છે અને તે જે માર્ગ બતાવશે તે જરૂર મેક્ષ તરફ લઈ જશે.” આટલું કહીને એ વિમળ જ્યોતિ અંતર્ધાન થઈ ગઈ. રાજાએ હેમચંદ્ર પાસે નમ્રતાપૂર્વક તેને માર્ગને ઉપદેશ કરવા કહ્યું અને હેમચંદ્ર રાજા પાસે આખી જીંદગી સુધી માંસ ન ખાવા અને દારૂ ન પીવાના નિયમ લેવરાવ્યા. ત્યારપછી થેડે વખતે કુમારપાળ રાજા અણહિલવાડ પાછા ફર્યા. હેમચંદ્રના પવિત્ર ધર્મશાસ્ત્રના ઉપદેશથી અને ત્રિષષ્ટિશલાકાપુરૂષ ચરિત્ર, ચોગશાસ્ત્ર અને વીતરાગતેત્ર જેવી હેમચંદ્રની કૃતિઓથી કુમારપાળ રાજા વધારે વધારે જૈન ધર્મ સન્મુખ થતે ગયે અને છેવટે એણે પરમહંત ( અહંતરેનોના દેવને ઉત્કૃષ્ઠ શ્રાવક) નું બિરૂદ પ્રાપ્ત કર્યું. પિતાના તાબાના અઢાર દેશમાં ચૌદ વર્ષ સુધી કેઈ પણ
જીવને ઘાત ન થાય એ રાજાએ રાજ્યહુકમ-(વટહુકમ) બહાર પાડ્યો. એણે ૧૪૪૦ જેન દેરાસરે (મંદિર) બંધાવ્યાં અને શ્રાવકના બાર વ્રત ઉચ્ચર્યા. જ્યારે ત્રીજા વત (ચેરીત્યાગ ) સંબંધી તેની પાસે વિગતવાર ખુલાસે કરવામાં આવ્યું ત્યારે વારસ વગર મરણ પામનારની મિલકત રાજ્યમાં જપ્ત કરવાને જે જુના કાળથી ધારે ચાલ્યા આવતું હતું તેને તેણે રદ કરી નાખે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com