________________
હેમચંદ્રને જોયા. ત્યારપછી તુરત જ કુમારપાળ હેમચંદ્રને ઉપાશ્રયે તેને મળવા માટે ગયે. ત્યાં હેમચંદ્ર તેને ઉપદેશ આપે અને પછી તેને પ્રત્યાખ્યાન (પચ્ચખાણ) કરાવ્યું કે-“હવે પછી તે અન્ય પુરૂષની સ્ત્રીઓને (પરસ્ત્રીને પોતાની બહેન સમાન ગણશે.”૫૮ કુમારપાળની નાસભાગની હકીકતનું જિનમંડનનું વર્ણન, તેને જ્યાં સુધી હેમચંદ્રના તેને અંગે લીધેલા ભાગને લાગેવળગે છે તત્પરત્વે, પ્રભાવકચરિત્ર અને પ્રબંધચિંતામણિના અહેવાલેનું સંમિશ્રણ છે. જિનમંડનના અહેવાલ પ્રમાણે જેમ મેરૂતુંગ કહે છે તેમ હેમચંદ્રને પ્રથમ મેળાપ નાસભાગ પછી ખંભાતમાં થાય છે, પણ એ મેળાપ ખંભાત શહેરની બહાર આવેલું એક મંદિર જ્યાં ઉદયન હેમચંદ્રને વાંદવા માટે આવેલ હતા ત્યાં થાય છે. ત્યાં વાર્તા એવા રૂપમાં આપવામાં આવી છે કે ઉદયન ત્યાં (મંદિરમાં) આવી ચઢે છે. તે વખતે કુમારપાળ એ આવનાર કેણ છે? એ સવાલ પૂછે છે. આ સવાલને જવાબ હેમચંદ્ર આપે છે એવી હકીકતની સંકલના કરવામાં આવી છે. ત્યારપછી હેમચંદ્રની ભવિષ્યવાણું આવે છે, ત્યારપછી ઉદયનને ઘેર કુમારપાળને સત્કાર થાય છે. આ પછવાડેની બાબતનું વર્ણન મેરૂતુંગના અહેવાલ સાથે આબેહુબ મળતું આવે છે. વધારામાં વળી એમ પણ કહેવામાં આવે છે કે કુમારપાળ પોતાના મીજબાન (ઉદયન)ને ઘેર ઘણા લાંબા વખત સુધી રહ્યો. જયસિંહને કુમારપાળ ખંભાતમાં છે એની બાતમી મળી ગયાનું ત્યારપછી જણવવામાં આવેલ છે. જયસિંહ તેને પકડી લાવવા માટે લશ્કરીઓને મેકલી આપે છે. લશ્કરી સિપાઈઓ તેની પછવાડે પડે છે. કુમારપાળ નાસીને હેમચંદ્રના ઉપાશ્રયમાં નાસતે નાસતે જાય છે. ત્યાં તેને યરામાં તાડપત્રોની નીચે સંતાડી દેવામાં આવે છે. પ્રભાવક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com