________________
બેસવા માટે એ અણહિલવાડ તરફ ચાલે. ત્યાં પહોંચતાં એ શ્રીમાન સાંબને મળે. આ વ્યક્તિના સંબંધમાં કાંઈ વિશેષ હકીકત અન્યત્ર પણ જાણવામાં આવેલ નથી. એ સાંબ એનું શુભ નિમિત્ત જેવરાવવા માટે કુમારપાળને હેમચંદ્રપાસે લઈ ગયે. એને ઉદ્દેશ પાર પદ્ધ શકશે કે નહિ? તે સંબંધમાં તેને શંકા હતી. ઉપાશ્રયમાં દાખલ થતાં જ કુમારપાળ આસનયુક્ત ગુરૂની પાટઉપર બેસી ગયે. હેમચંદ્ર એટલા ઉપરથી જણાવ્યું કે ઈષ્ટ નિશાની એણે આસન પર બેસીને આપી દીધી હતી. બીજે દિવસે કુમારપાળ પિતાના બનેવી કૃષ્ણદેવ સાથે રાજ્યદરબારમાં ગયે. આ કૃષ્ણદેવ સામંત હતું અને સૈન્યને ઉપરી હતું. કુમારપાળને રાજા તરીકે ચુંટી કાઢવામાં આવ્યે (એની પસંદગી રાજ્યસત્તાધારી પરીક્ષકોએ કરી હતી). કુમારપાળની નાસભાગ અને રખડપાટાસંબંધીનું મેરૂતુંગનું વર્ણન એકંદરે પ્રભાવક ચરિત્રને મળતું છે. જ્યાં ફેર પડે છે ત્યાં તેની વિગતેમાં ઉતરીએ તે એટલું લક્ષમાં રાખવાનું રહે છે કે મેરૂતુંગના અહેવાલમાં હેમચંદ્ર માત્ર એક જ વખત દેખાવ આપે છે. હેમચંદ્ર કુમારપાળને તાડપત્રના ઢગલામાં છુપાવ્યું હતો તે હકીકત સંબંધી મેરૂતુંગ કાંઈ ઉલ્લેખ કરતા નથી. ગાદીપર તેની પસંદગી થઈ તે પહેલા સુરતમાં જ બીજી વખત તેના સંબંધમાં હેમચંદ્ર ભવિષ્યવાણી કરી હતી તે સંબંધી પણ મેરૂતુંગ કાંઈ ઉલ્લેખ કરતા નથી. ખંભાતમાં બન્નેના મળાપસંબંધીની હકીકત મેરૂતુંગ થડા નાના ફેરફાર સાથે આપે છે. અણહિલવાડમાંથી નાસી ગયા પછી કુમારપાળ જુદી - જુદી જગાએ રખ અને ત્યારપછી ઉદયનની પાસે મુસાફરીના ખર્ચ માટે પૈસા માગવા તે ખંભાત તરફ ગયે. કુમારShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com