________________
( ૫ ). ચરપુરૂષાએ એની પૂંઠ ત્યાં પણ પક. હેમચંદ્ર એને તાડપત્રના ઢગલામાં સંતાડી દીધું. રાજપુરૂષોએ સર્વ જગ્યાએ તેને માટે શેધ કરી, પણ તાડપત્રના ઢગલામાં શોધવાની તેમને સૂઝ ન પડી. તાત્કાલિક ભય દૂર થતાં જ કુમારપાળ અહિલવાડથી નાસી છૂટયે અને એક બીજા શિવમતાનુયાયી બ્રાહ્મણ
એરરી ની સેબતમાં એ સ્તંભતીર્થ (ખંભાત)ની નજીકમાં પહોંચી ગયે. ત્યાં પહોંચ્યા પછી એણે પિતાના સહચારીને નગરના શ્રીમાળી વાણી આ ઉદયનને ત્યાં મોકલ્યું. આ તે જ વ્યાપારી હતે જેણે અગાઉ વર્ણવેલી હકીક્ત પ્રમાણે હેમચંદ્રના પિતા સાથે દેસ્તી સંબંધ કર્યો હતે. એ ઉદયન પાસે સહાય કરવાની યાચના કરવામાં આવી. રાજાને જે કઈ દુશ્મન હોય તેને સહાય કરવાની તેણે ના પાડી. ભૂખના દુખથી ત્રાસ પામી ગયેલે કુમારપાળ જાતે રાત્રે ખંભાત શહેરમાં ગયા અને જૈન ઉપાશ્રય જેમાં હેમચંદ્ર ચાતુર્માસને માટે ઉતારે કરેલો હતે ત્યાં આવી પહોંચે. હેમચંદ્ર એને સારી રીતે સત્કાર કર્યો, કારણ કે એનાં સુંદર લક્ષણો પરથી એ તરત સમજી ગયા કે એ ભવિષ્યને રાજા હતા. એમણે અગાઉથી જણાવી દિધું કે એ સાતમે વર્ષે રાજ્યારોહણ કરશે અને એમણે ઉદયનને ભલામણ કરી કે એણે કુમારપાળને અન્ન અને ધનની સહાય જરૂર કરવી. કુમારપાળ ત્યારપછી વધારે રખડ્યો અને સાત વર્ષ સુધી કાપાલિક તરીકે પરદેશમાં પિતાની સ્ત્રી ભૂપા
દેવી સાથે મુસાફરી કરી. જયસિંહ ૧૧૯૯ માં મરણ પામે. કુમારપાળને આ હકીકતની ખબર પડી કે રાજ્યગાદીપર
+ મૂળ ગ્રંથમાં કોઈ બ્રાહ્મણનું નામ નથી. આગળ જતાં કુમારપાળ વાગભટના પ્રસંગમાં પતે જ “સિરિ” નામ આપે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com