________________
( ૭૧ )
પડયે નહિ અને રાજાને પાછા ફરવુ પડયુ. આવી રીતે અગિયાર વર્ષો પસાર થયાં. ત્યારપછી એણે ઉદયનના દીકરા પેાતાના અમાત્ય મંત્રી વાગભટને એક વખત પૂછ્યુ કે—“ કાઇ દેવ, યક્ષ કે દેવી સપ્રભાવી છે જેના પ્રભાવથી આપણે ચાસ વિજય પામીએ?’’ વાગુભટે જવામમાં અણહિલવાડમાં આવેલ અજિતસ્વામીની પૂજા કરવાની સલાહ આપી અને જણાવ્યુ ́ કે એ અજિતસ્વામીની પ્રતિષ્ઠા હેમચંદ્રે કરાવેલી હતી. કુમારપાળ એ સલાહને સમત થયા અને પછી અનેક સુગ ંધી દ્રવ્યેથી અજિતસ્વામીની પૂજા જૈન ધર્મોમાં ખતાવેલ વિધિ પ્રમાણે કરી. તેણે તે વખતે પ્રતિજ્ઞા કરી કે જો પોતે અજિતસ્વામીની કૃપાથી વિગ્રહમાં વિજય પ્રાપ્ત કરશે તેા ભવિષ્યમાં અજિતસ્વામી જ તેના “ દેવ, તેની માતા, તેના ગુરૂ અને તેના પિતા ” થશે. ત્યારપછી એ મારવાડ તરફ વિજય પ્રાપ્ત કરવા માટે બારમી વખત નીકળ્યે. અમુદગિર (આયુ)ની પાસે અÎરાજ સાથે માટી ભયંકર લડાઇ થઇ, જેમાં અર્થારાજની માટી હાર થઇ. કુમારપાળે અણહિલવાડમાં માટી વિજયપ્રવેશ કર્યાં. તેણે કરેલ પ્રતિજ્ઞા તે ભૂલી ન ગયા અને અજિતનાથના મંદિરમાં માટી પૂજા ફરી વખત કરી. ત્યારપછી થોડા જ વખતમાં તેણે મત્રી વાગભટને જણાવ્યુ કે—પેાતાને જૈન મતના અભ્યાસ કરવાની ઇચ્છા છે” અને તે માટે કોઇ યોગ્ય ગુરૂને શેાધવાની મ ંત્રીને ભલામણ કરી. રાજાની ઇચ્છા પૂરી પાડવા માટે એણે હેમચંદ્રને લાવવાની સૂચના કરી. આ હકીકત બની આવી. હેમચંદ્રે કુમારપાળને ઉપદેશ આપ્યા અને પરિણામે કુમારપાળે શ્રાવકના નિયમા લીધા એટલે કે એણે માંસ ન ખાવાના તેમજ ખીજા અભક્ષ્ય ખારાક ન લેવાના તથા જૈન ધર્મના નિયમાના અભ્યાસ કરવા નિયમ લીધે. મેરૂતુ ંગના અહેવાલ ઉપરની હકીકતથી તદ્દન વિલક્ષણ અને જુદા જ પ્રકારના છે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com