________________
ચરિત્રમાં જે હકીકત હેમચંદ્રની પ્રથમ સહાયને અંગે આપવામાં આવેલ છે તેનું આ ફેરફાર કરેલું રૂપાંતર હોય એમ ઘણેભાગે લાગે છે. હેમચંદ્ર પ્રથમ અણહીલવાડમાં દેખાય અને ત્યારપછી તુરત જ ખંભાતમાં દેખાય એ હકીકત જિનમંડનને બંધબેસતી લાગી ન હોય એમ જણાય છે. આ કારણને લઈને કદાચ કુમારપાળને બચાવ તાડપત્રનાં પાંદડાં નીચે છુપાવીને કરવાની હકીકતનું કેંદ્ર એણે ખંભાતને કર્યું હોય તે બનવાજોગ છે, અને પછી પિતાની હકીકતને સાચી હવાને દેખાવ આપવા ખાતર તેણે જણાવ્યું પણ છે કે હંમેશના નિયમ પ્રમાણે તાડપત્રના 2 થે ભેંયરામાં રાખવામાં આવતા હતા. કુમારપાળની નાસભાગની હકીકત ઉક્ત બન્ને કૃતિઓના કરતાં જિનમંડને ખૂબ વધારે વિગતેથી આપેલી છે અને તેને માટે તેમણે બીજા આધારને ઉપયોગ કરેલે હવે જોઈએ. તેના કહેવા પ્રમાણે કુમારપાળ પ્રથમ વટપદ્ર (વડોદરા) જાય છે, ત્યારપછી ભૃગુકચ્છ (ભરૂચ) જાય છે, ત્યાંથી એ કલ્હાપુર જાય છે, પછી કલ્યાણ, કાંચી અને દક્ષિણનાં બીજાં શહેરમાં જાય છે અને છેવટે પ્રતિષ્ઠાન (પૈઠણ)ને માગે માળવા જાય છે. આ વિભાગને મેટો ભાગ પદ્યબંધ રચનામાં છે અને અનેક કુમારપાળચરિત્રમાંથી કઈ એક મધ્યેથી ઉદ્ધારી લેવામાં આવેલ જણાય છે.૧૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com