________________
( ૬૩ ) અણહિલવાડની નજીક આવેલ દધિસ્થલિ નામનું ગામ જે હાલમાં દેથળીના નામથી પ્રસિદ્ધ છે તે તેને ગરાસમાં આપ્યું હતું. રાજા કર્ણદેવ જ્યારે મરણ પામ્યા ત્યારે આ દેવપ્રસાદે પિતાના પુત્ર ત્રિભુવનપાળને રાજા જયસિંહને મેં અને પોતે કર્ણદેવ સાથે બળી મુઓ. પિતાના પિતાની પેઠે ત્રિભુવનપાળ પણ પિતાના કુટુંબમાં વડાને નિમકહલાલ રહ્યો. કોઈ પણ લડાઈ થાય તે તે રાજાના શરીરને જાતે બચાવ કરવા માટે એ રાજાની આગળ ખડેપગે ઉભું રહેતું. જયસિંહના છેલ્લા વર્ષોમાં તેના સંબંધમાં કાંઈ પણ ઉલ્લેખ આવતું નથી તેથી જયસિંહની કારકીર્દિ પૂરી થયા પહેલાં ઘણા વર્ષ અગાઉ તે ગુજરી ગયે હશે એમ અનુમાન થાય છે. જયસિંહ વૃદ્ધ ઉમર સુધી સંતાન વગરને રહ્યો તેથી તેના ગાદીવારસ તરીકે તેના મરણ પછી કુમારપાળ સ્વાભાવિક રીતે જ આગળ આવ્યો હશે. જયસિંહની પછી કુમારપાળ ગાદી ઉપર આવશે એવી ભાવષ્યવાણી કરવા માટે “ક્યાશ્રય” અથવા પ્રબંધે કહે છે તેમ મહાદેવ અથવા અંબિકા તરફની જાહેરાત અથવા રાજદરબારના તિષીએના જેશની આગાહીની કોઈ જરૂર નહોતી; પણ એ હકીકત સાથે જયસિંહ કઈ પણ રીતે સંમત થઈ શકશે નહિ. એ કુમારપાળને પૂરા શ્રેષથી ધિક્કારતે હતું અને તેને મારી નાખવા માટે મનસુબા કર્યા કરતું હતું. મેરૂતુંગના કહેવા પ્રમાણે કુમારપાળ નાયિકા ચકુલાદેવીથી ઉતરી આવેલ હતા તે પણ આ તિરસ્કારનું કારણ હતું. જિનમંડનના કહેવા પ્રમાણે
યસિંહ એમ આશા રાખતું હતું કે વચ્ચેથી જે કુમારપાળનું કાસળ કાઢી નાખવામાં આવે અને રસ્તા સાફ કરવામાં આવે તે હિજુ પણ શિવ તેને પુત્ર આપે. જયસિંહના આવા ઈરાદાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com