________________
( ૫૩ ) સામેલગીરી કરી અને ત્રણ ઉપવાસ કર્યો. અંબિકાદેવીએ તેને (હેમચંદ્રને) ત્યાં દેખાવ આવે અને તેને જણાવ્યું કે જયસિંહને દીકરે થવાનું નથી, પણ તેને પિતાનું રાજ્ય કુમારપાળને આપવું પડશે.૪૫ - જિનમંડન એ જ વાત થોડા સુધારાવધારા અને ઘટાડા સાથે કહે છે એમ આપણને માલુમ પડે છે. કુમારપાળપ્રબંધમાં ગિરનારની મુલાકાત છે દેવામાં આવી છે. સજજન મંત્રીએ મંદિર બંધાવ્યું એ હકીકત તથા હેમચંદ્ર શિવની
સ્તુતિ કરી એ વાતે પણ જિનમંડને છેહ દીધી છે. બીજી રીતે જોઈએ તો ત્યાં આપણને કહેવામાં આવ્યું છે કે કેટિનગર અથવા એના પ્રાકૃત રૂપ પ્રમાણે કેટિનયરિની મુલાકાત પછી જયસિંહ પુત્ર માટે શિવની પાસે પ્રાર્થના કરવા સારૂ સેમિનાથપાટણ ફરી વખત જાય છે. દેવ ત્યાં જયસિંહને દેખા દે છે અને તેને છેક આપવાની ના કહે છે. મેરૂતુંગમાં પરિસ્થિતિ તદ્દન ફરી જાય છે. મેરૂતુંગને જયસિંહની યાત્રા સંબંધી હકીકતની પૂરેપૂરી માહિતી છે, પણ એમાં હેમચંદ્ર ભાગ લીધે હતું તે હકીકત સંબંધી તે કાંઈ જાણતા નથી અને તે એમ જાહેર કરે છે કે પ્રભાવકચરિત્રકારે જે ગાથા શિવના સંબંધમાં રજુ કરેલી છે તે ઘણા વર્ષ પછી કુમારપાળ રાજાની સાથે સેમિનાથપાટણની મુલાકાત વખતે હેમચંદ્ર બનાવી હતી. એમના (મેરૂતુંગના) કહેવા પ્રમાણે તે યાત્રાને માર્ગ પણ જુદો જ હતું. રાજાએ પ્રથમ સોમનાથપાટણની મુલાકાત લીધી. પાછા ફરતી વખતે રાજાએ ગિરનારની તળેટીમાં પડાવ નાખે પણ પર્વત ઉપર રાજા ગયે નહિ, કારણ કે અદેખા બ્રાહણેએ એને જણાવ્યું કે સરોવરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com