________________
(૫૪) ઉભા કરેલા લિંગના જે એ પર્વતને આકાર હતું અને તેથી તેના ઉપર પગ દઈને ચલાય નહિ. મેરૂતુંગ કહે છે કે રાજાએ ગિરનારથી શત્રુંજયને આડે રસ્તે લીધા અને પિતાના બ્રાહ્મણ સલાહકારોના મત વિરૂદ્ધ વેશપલટ કરીને તે રાત્રે શત્રુંજય ઉપર મંદિરની ભેટ લઈ આવ્યા. બાર ગામેનું ભેંટણું કર્યું એ વાત મેરૂતુંગ પણ કહે છે. મેરૂતુંગને સજજન મંત્રીની હકીકતની ખબર છે પણ એને સંબંધ એ રાજાની યાત્રા સાથે કરતા નથી.૪૭ કોડિનગરની મુલાકાત માટે એ કાંઈ જણાવતા નથી. હવે આ સંબંધમાં હેમચંદ્ર પોતે જયસિંહની યાત્રાને અંગે “દ્વયાશ્રય માં જે હકીકત કહે છે તેની સાથે સરખામણી કરીએ તે આપણે જોઈ શકીએ છીએ કે પ્રભાવક ચરિત્રમાં જે અહેવાલ આપવામાં આવે છે તે ખરેખર ખૂટે છે અને મેરૂતુંગના અહેવાલમાં પણ ખલનાઓ છે. હેમચંદ્ર એ મુસાફરીમાં કાંઈ ભાગ લીધો હતો કે નહિ? તે સંબંધમાં ચૂપકીદી બતાવી છે તે રીતે, મુસાફરીને રસ્તે મેરૂતુંગે બતાવ્યે છે તે રજુ કરીને તે બાબત અને કેડિનગરની મુલાકાત અને અંબિકાના દર્શનની બાબત છે દઈને “ દ્વયાશ્રય” પ્રભાવકચરિત્રને જૂઠું પાડે છે. બીજી રીતે જોઈએ તે ત્યાં એમ જાહેર કરવામાં આવ્યું છે કે સોમનાથ પાટણમાં શિવે જયસિંહને દર્શન દીધાં અને કુમારપાળનું ભવિષ્ય તેની પાસે જાહેર કર્યું. મેરૂતુંગના કહેવાથી તદ્દન વિરૂદ્ધ રીતે થાશ્રય” માં ચેખું જણાવવામાં આવ્યું છે કે જયસિંહ ગિરનાર પર્વત ઉપર ચઢયો હતે અને ત્યાં તેણે નેમિનાથની પૂજા કરી હતી. છેવટે પ્રભાવકચરિત્ર અને મેરૂતુંગ એ બન્નેને બેટા પાઈને તે જણાવે છે કે જયસિંહ શત્રુંજય ગયે નહેતે પણ સિંહપુર અથવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com