________________
( પપ ) સિહોરને* સીધે રસ્તે ગયે હતું અને પ્રથમ તીર્થકરને કઈ નગર કે ગામની કહેવાતી બક્ષિસ સંબંધીની વાત નહિ કરીને પણ સદર અને ગ્રંથને એણે ખેટા પાડ્યા છે. અનેક અન્ય પ્રસંગે બનેલ છે તેમ હેમચંદ્ર દ્વયાશ્રયમાં પિતાના ધર્મને જે જે લાભે મળ્યા છે તેના ઉપર ભાર મૂકવા માટે ખૂબ સંભાળ લે છે અને તેથી આ સંબંધમાં તેનું મન ઘણું અર્થસૂચક છે. ૪૮
પ્રભાવશ્ચરિત્રની ઉપરની વાતમાં મેરૂતુંગ ત્રણ વાર્તાઓને ઉમેરે કરે છે. આ પછવાડેની ત્રણ વાર્તાઓમાંની એક જિનમંડન પણ રજુ કરે છે. આમાંની પ્રથમની બે વાર્તાઓ હેમચંદ્રનું જ્ઞાન–સામર્થ્ય કેટલું હતું તે બતાવવા માટેની હતી. તેમાં એમ જણાવવામાં આવ્યું છે કે દેહલના રાજાએ એક લેક તૈયાર કરીને મેક તેને અથે કરવાને માત્ર હેમચંદ્ર એકલા જ શક્તિવાન થયા હતા અને બીજે પ્રસંગે એક પ્રાકૃત દેધકનું ઉત્તર ચરણ તેમણે તુરત જ બનાવી આપ્યું હતું. પૂર્વનું અર્ધચરણ સપાદલક્ષના રાજાએ “સમસ્યા” તરીકે મોકલી આપેલું હતું અને જયસિંહના કવિઓએ તેનું ઉત્તર ચરણ કરવાનું હતું. સંસ્કૃત કે છે તે “હાર' શબ્દપર જાણીતે અનુપ્રાસ છે અને તેને કેયડાનું રૂપ આપ્યું છે. પંડિત પિતાની સભાઓમાં વિનોદ કરે તેવી જાતના વાક્યોને લગતે એ શ્લોક છે અને એ એટલે સહેલો છે કે એને ખુલાસો કરવામાં અસાધારણ જ્ઞાનવૈભવની જરૂરીઆત જણાતી નથી.૪૯
* સિહેર એ શત્રુંજયની બાજુનું શહેર છે એ હકીકત ખ્યાલ બહાર ગઈ જણાય છે. આ સિહોર ભાવનગર સંસ્થાનના તાબાનું હાલનું જંકશન સ્ટેશન સમજવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com