________________
( ૫૮ ) અને હેમચંદ્ર વચ્ચે ફરી વખત વાતચીત થાય છે ત્યારે તેમચંદ્ર રાજાને સામાન્ય ફરજો-ધર્મો (માર્ગાનુસારીના ગુણે) જણાવે છે. એગ્ય માણસે તરફ ઉદારવૃત્તિ, લાયક પ્રાણીઓ તરફ યોગ્ય વર્તન, સર્વ પ્રાણીઓ તરફ દયા વિગેરે. અને મહાભારતના શબ્દોમાં તેમણે જાહેર કર્યું કે જે પ્રાણી પવિત્ર જીવન નિર્વહન કરે છે તે ખરે ધમી માણસ છે અને નહિ કે જે સજાઓ (દુ)ને ખમે છે અથવા જે જ્ઞાની હોય છે. બીજી વાત પ્રમાણે રાજાએ સિદ્ધપુરમાં શિવ અને મહાવીરનું મંદિર બંધાવ્યું ત્યારે હેમચંદ્ર રાજાને શિક્ષા આપી કે શિવના કરતાં મહાવીર શ્રેષ્ઠ હતા, કારણ કે શિવ તે માત્ર ચંદ્રને પિતાના કપાળ પર રાખે છે ત્યારે મહાવીરના પગ તળે નવે ગૃહો દેખાશે. શિલ્પમાં નિષ્ણુત સર્વેએ આ હકીકત કબૂલ રાખી અને તેમને માલુમ પડ્યું કે બ્રાહ્મણના દેવોનાં મંદિરે કરતાં જિનદેવનાં મંદિરે શિલ્પશાસ્ત્રનાં પુસ્તકમાં નિર્ણિત કરેલા નિયમ પ્રમાણે વધારે આદરને ચોગ્ય હતાં. છેવટે આપણને કહેવામાં આવે છે કે સિદ્ધરાજે શંકાને અંધકાર દૂર ફેંકી દીધો.૧૨
ઉપરની વાર્તાઓમાંની કેટલીક પ્રથમ દષ્ટિએ જ કલ્પિત જણાય છે અને બાકીની ઘણીખરીના સંબંધમાં પ્રબંધે જ એકબીજાની સામે પી એકબીજાને ખેટા પાડે છે, તે હકીકત લક્ષ્યમાં લીધા પછી એ વાર્તામાંની કઈ પણ ઐતિહાસિક છે એમ સ્થાપના કરવી એ બહાદુરીભરેલી હિંમત કરતાં પણ કાંઈ વધારે પડતું ગણાય. બીજી રીતે જોઈએ તે રાજાની સાથે હેમચંદ્ર કેવી રીતે વર્યા હતા તે બતાવવા માટે તે તદ્દન સાચી હકીકત છે એમ કહેવું તે જરા પણ અસંભવિત લાગતું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com