________________
હકીકત રજુ કરી છે અને ગીરનાર પર્વત ઉપર નેમિનાથને તેણે ભક્તિપૂર્વક નમન કરવાની વાત રજુ કરી છે; કારણ કે વર્તમાન અને પ્રાચીન સમયના હિંદના અનેક રાજાઓના દાખલાઓ છે કે જેઓ ધર્માધ ન હોય અને ધર્મના વિષયમાં જરા છૂટથી અભિપ્રાય ધરાવનારા હોય એવા રાજાઓને જે જયસિંહની પેઠે કઈ હદયને બાળી દેતી ઇચ્છાની તૃપ્તિ માટે વર્ષો સુધી રાહ જોવી પડી હોય તે તેઓ અનેક ચિત્રવિચિત્ર દેને ભેટ ધરતા અને તેમની સેવા-પૂજા કરતા તેવા પૂરતા દાખલાઓ છે. જયસિંહનું જૈન ધર્મ તરફ વલણ અથવા તે ધર્મની માન્યતાઓ તરફ જે ખાસ મીઠી દષ્ટિ હતી તે માત્ર હેમચંદ્રની અસરને જ લઈને હતી તે તદ્દન જુદો સવાલ છે. છેલ્લામાં છેલ્લી શેઠે ઉપરથી એમ જણાય છે કે આ પ્રમાણે હકીક્ત હેવી એ તદ્દન ન બનવાજોગ હતું, કારણ કે જયસિંહના દરબારમાં બીજા જૈન સાધુઓને પ્રવેશ પણ હતું અને તેઓ પણ તેની પાસે પિતાના મતની માન્યતા રજુ કરતા હતા. આવા સાધુઓમાં એક બીજા હેમચંદ્ર જેનું બીજું નામ મલ્લધારી પણ હતું તેના સંબંધમાં ઉલ્લેખ થયેલ છે. આ મલ્લધારીની કૃતિઓની તારિખ જોતાં તે કથાનાયક વૈયાકરણય હેમચંદ્ર કરતા દશથી વિશ વર્ષ વયમાં વધારે મેટા રહેવા સંભવે છે. તેરમા શતકની એક કૃતિ જાહેર કરે છે કે “જયસિંહ એમની વાણુરૂપ અમૃતનું પાન કરતો હતે.” ઈ. સ. ૧૪૦૦ માં લખાયેલી એક પ્રશસ્તિમાં લખ્યું છે કે તેણે (મધારીએ) જયસિંહને જૈન ધર્મમાં વટલાવ્યું અને તેના પિતાના રાજ્યમાં અને પરરાજ્યમાં જેનમંદિરને ઠાં અને ધ્વજદંડથી અલંકૃત કરવા પણ તેને સમજાવવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com