________________
( પર )
પ્રભાવકચરિત્રમાં પાંચમી અને છેલ્લી હકીકત રાજ જયસિ હૈ પેાતાનાં રાજ્ય અમલના છેવટના ભાગ લગભગમાં સેામનાથ અથવા દેવપટ્ટન ( હાલનુ સારઠમાં આવેલુ વેરાવળ)ની યાત્રાસંબંધી અને તે વખતે હેમચંદ્રને થયેલા અનુભવા સબંધી છે. આ સંબધી ઇસારા અગાઉ કરવામાં આવ્યેા હતેા. વાર્તા એમ ચાલે છે કે-જયસિંહને પુત્ર ન હેાવાથી પેાતે ઘણા દિલગીર રહેતા હતા. તેટલા માટે તેણે યાત્રાએ જવાના નિય કર્યાં અને તે વખતે હેમચંદ્ર તેની સાથે ગયા. પ્રથમ તેએ શત્રુંજયની ભેટ કરી, જ્યાં જયસિંહે પ્રથમ તીથ કરને માન આપ્યું. અને તેના દેવાલયને માર ગામેા ભેટ કર્યાં. શત્રુ ંજયથી રાજા ગિરનારની નજીક આવેલા સાંકલી શહેરમાં ગયા અને ત્યાંથી નમિનાથના મંદિરને દૂરથી જોયું. એ મદિર રાજાના તુ સજ્જને રાજાની પરવાનગી વગર સૌરાષ્ટ્ર પ્રાંતની ખંડણીના દ્રવ્યથી ખધાવ્યું હતું. આ મહાત્ મંદિરનું માન અને પુણ્ય હાંસલ કરવા ખાતર રાજાએ સત્તાવીશ લાખની રકમ, જેના ઉપયાગ એ મંદિર ખાંધવા પાછળ કરવામાં આવ્યે હતા તે રકમના ભરણામાંથી સજ્જન મંત્રીને મુક્ત કર્યાં. ત્યારપછી રાજા ગિરનાર ઉપર ચઢા અને ત્યાં જિન-તીર્થંકરની પૂજા કરી. ત્યાંથી રાજા હૈમચંદ્ર સાથે સેામેશ્વરપટ્ટન ગર્ચા અને ત્યાં શિવને પ્રણામ કર્યાં. મદ્રે પણ શિવને પરમાત્માતરીકે ત્યાં સ્તબ્યા. આ યાત્રા-મુસાફરીમાં છેલ્લુ સ્થાન કાટિનગર હતુ જે હાલનુ સેરઠમાં આવેલુ કેડિનાર છે. ત્યાં અંબિકાનું સ્થાન હતુ. પેાતાને દીકરા આપવા માટે જયસિ ંહૈ દેવીની પ્રાર્થના કરી. હેમચંદ્રે પણ આ પ્રાર્થનામાં
× પ્રભાવકચરિત્રમાં સકલ કહેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com