________________
નામના વ્યાકરણના અધ્યાપક (પ્રેફેસર), કવિ અને વૈયાકરણીયની પ્રશંસા કરે છે અને જણાવે છે કે એ કક્કલે સિદ્ધહેમચંદ્રના વિવરણને અંગે એક વિસ્તૃત પરિશિષ્ટ લખ્યું હતું અને તેનું નામ “તત્ત્વપ્રકાશિકા ” અથવા “ હેમવિશ્વમ” રાખવામાં આવ્યું હતું. ઉચ્ચારના તફાવતને કારણે કકલ, કલ અને કલ્લ એમ જુદાં જુદાં ત્રણ રૂપે એક શબ્દના થયાં જણાય છે અને તે સર્વ સંસ્કૃત “કર્ક' શબ્દના અપભ્રંશ રૂપે છે. આ ત્રણે રૂપે એક જ નામને નિર્દેશ કરે છે એ બાબતમાં કોઈ શંકા રહેતી નથી. ઉપર જે ગુણચંદ્રના ગુરૂ દેવસૂરિનું નામ આવ્યું છે તે ઘણેભાગે અગાઉ વર્ણન કરી ગયા તે જ દેવસૂરિ હેવા સંભવે છે. તેણે કુમુદચંદ્ર સાથે વિક્રમ સંવત ૧૧૮૧ માં વાદવિવાદ કર્યો હતો અને તેઓને દેહવિલય વિક્રમ સંવત ૧૨૨૬ માં થયું હતું. જે આ દેવસૂરિ તે જ હતા તેમ સ્વીકારી લેવામાં આવે તે પ્રભાવકચરિત્રમાં ઉપરની બાબતને અંગે જે વક્તવ્ય કહેવામાં આવ્યું છે તેને ગુણચંદ્રના કથનથી સંપૂર્ણ ટેકે મળે છે. હેમચંદ્ર સદર વ્યાકરણ કયારે પૂરું કર્યું તે સંબંધી જે તારિખ પ્રબંધોમાં આપવામાં આવી છે તેમાં સુધારો કરે ઘટે છે. એ ખરી વાત છે કે પ્રભાવક ચરિત્ર આ સંબંધમાં કોઈ વિગતવાર હકીકત રજુ કરતું નથી, પણ તે એટલું તે જરૂરી સૂચવે છે કે સદર વ્યાકરણ બહુ થોડા વખતમાં લખવામાં આવ્યું હતું. બીજા હાથ ઉપર મેરૂતુંગ ભાર મૂકીને જણાવે છે કે વ્યાકરણને એક વર્ષમાં લખવામાં આવ્યું હતું. આ હકીકત તદન અસંભવિત છે અને પ્રશસ્તિના ૨૩ મા શ્લોકમાં એક ઉલ્લેખ કરવામાં આવ્યું છે તેનાથી તદન વિરૂદ્ધ જાય છે. ત્યાં જણાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com