________________
( ૫ ) વામાં આવ્યું છે કે જયસિંહે યાત્રાને મહત્સવ ઉજજો (યાત્રાનન્તઃ સુતર) દ્વયાશ્રયકાવ્યમાં રાજાએ દેવપટ્ટન અને ગિરનારની એક જ વખત યાત્રા કરવાનું વર્ણન આવે છે અને તે પ્રસંગ તેના રાજ્યના છેલ્લા વર્ષમાં બન્યું હોય એમ જણાય છે. (જુઓ નેટ ૨૮) આ મુસાફરી થયા પછી સદર પ્રશસ્તિ લખાયેલી રહેવી જોઈએ અને વ્યાકરણ પૂરું થયા પછી જ તે લખાયેલી હોવી જોઈએ તેથી સદર યાત્રાને પ્રસંગ બન્યા પછી વ્યાકરણ પૂરું થયું હોવું જોઈએ. માળવાના વિજયથી પાછા ફરવાને બનાવ અને યાત્રા પૂરી થવાના સમય વચ્ચે દ્વયાશ્રયકાવ્યના કથન પ્રમાણે બે અથવા ત્રણ વર્ષ વ્યતીત થયાં હોવાં જોઈએ. ઉપરના મુદ્દા પ્રમાણે માળવાના વિજય પછીને નગરપ્રવેશ વિક્રમ વર્ષ ૧૧૯૪માં બન્યો સંભવે છે, તેથી વ્યાકરણ પૂર્ણાહુતિને વહેલામાં વહેલો સમય વિક્રમ સંવત ૧૧૭ ના લગભગ છેડા પર હવે સંભવિત ગણાય.
વ્યાકરણના કાર્યમાં ફતેહ મળી તેને પરિણામે પોતાની કૃતિઓને પ્રદેશ વિસ્તારવાની લાલચ હેમચંદ્રને થઈ હોય તેમ દેખાય છે. સંસ્કૃત ભાષામાં રચના કરનારા વિદ્યાર્થીઓ માટે એણે રચનાઓ કરવા તરફ અને ખાસ કરીને સાહિત્યના અંગે લેખકે શુદ્ધ અને અલંકારિક લખે તે માટે રચનાઓ કરવા તરફ તેમણે હાથ લંબાવ્ય જણાય છે. આ દિશામાં તેમણે અનેક સંસ્કૃત કેશ તૈયાર કર્યા અને કાવ્યના વિજ્ઞાનગ્રંથની તથા છંદના વિષયના એક ગ્રંથની રચના કરી. એને અંગે વ્યાકરણના નિયમોના દાખલા આપવા સારૂ તેમણે “ દ્વયાશ્રયમહાકાવ્ય બનાવ્યું અને તેમાં ચાલુકય વંશને ઇતિહાસ વણી નાખે. આ ગ્રંથશ્રેણીમાં તેમણે “અભિધાનચિંતામણિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com