________________
પાદની ટીકાને છેડે ચૌલુકયવંશના શરૂઆતના સાત રાજાઓ પૈકી એકના માનમાં એક લેક મૂકવામાં આવ્યું છે, અને આખા ગ્રંથને છેડે ચાર શ્લેક આવ્યા છે. મૂળપ્રતમાં સિદ્ધહેમચંદ્ર પાંચ વિભાગમાં વહેંચાયેલ ગ્રંથ છે એમ જણ
વ્યું છે અને સૂત્રે ઉપરાંત તેમાં ઊણાદિ પ્રત્ય, ગણે, ધાતુઓ અને નામની જાતિ માટે જુદા જુદા વિભાગે પાડવામાં આવ્યા છે. એ ઉપરાંત ગ્રંથકર્તાએ પિતાના ગ્રંથ ઉપર બે વિભાગમાં ટીકા પૂરી પાડી છે (આ પુસ્તકના દરેક વિભાગ માટે લભ્ય છે.) એ રચનાને સમય સિદ્ધરાજ જયસિંહના રાજ્ય અમલ દરમ્યાન માલુમ પડે છે, કારણ કે જયસિંહના વિજય સંબધીઓનાં ઉલ્લેખ અનેકવાર આવે છે અને ઉપરોક્ત પ્રશસ્તિ પણ એ જ હકીકતને પ્રદર્શિત કરે છે. વિશેષ એ પણ વાત છે કે એ ગ્રંથની સાથે જયસિંહ સિદ્ધરાજનું નામ જેને એ ગ્રંથ એ રાજાને અર્પણ કરવામાં આવ્યું છેએટલું જ નહિ એ ગ્રંથની રચના પણ એ રાજાની માગણી અથવા હુકમને પરિણામે થયેલી છે. પ્રભાવક ચરિત્રકાર કહે છે તેને મળતી જ હકીક્ત પ્રશસ્તિના પાંત્રીશમા લેકમાં જણાય છે. ત્યાં જણાવવામાં આવ્યું છે કે સિદ્ધરાજ તે વખતના લભ્ય વ્યાકરણથી અસંતુષ્ટ થયો અને હેમચંદ્ર સાધુને તેમણે નવીન વ્યાકરણ લખવાની વિજ્ઞપ્તિ કરી. હેમચંદ્ર “ આજ્ઞા પ્રમાણે ” એ ગ્રંથની રચના કરી. પ્રભાવચરિત્રકાર કહે છે કે માળવામાંથી જે ગ્રંથો ઉપાડી લાવવામાં આવ્યા હતા તેના વાચનને પરિણામે રાજાએ ગ્રંથ બનાવવાને હુકમ કર્યો હતો અને તે હકીકત ગ્રંથરચનાનું મુખ્ય કારણ હતું એ વાતને અન્ય મૂળ કૃતિઓથી ટકે મળતું નથી, છતાં એ હકીકતને એના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com